________________
વાચા=૧
પ્રામ્ય ખાવાનન્દ્ર૦....ă. ||૧||
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના વર્તમાન શાસનમાં પ્રકૃષ્ટ પુણ્યયોગે ચારિત્ર પ્રાપ્ત થયા પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે સંયમજીવનમાં આજ્ઞાનુસાર વિશિષ્ટ પ્રયાસ કરવાથી પરંપરાએ શીઘ્ર મોક્ષ પામી શકાય છે. ૪ મૂળસૂત્રમાં સંયમજીવનનું વાસ્તવિક સ્વરૂપ યથાયોગ્ય રીતે આપેલ છે. એ ગ્રંથોનો અભ્યાસ શક્ય ન હોય તો જ્ઞાની-ભગવંતોએ સંક્ષેપમાં આચાર ગ્રંથોની ગૂંથણી કરી છે.
આચાર ગ્રંથોમાં સંયમની મર્યાદાઓ છે, પરંતુ તે આચારગ્રંથોના પણ અભ્યાસની અનુકુળતા પ્રાપ્ત ન થઇ હોય તો સંયમજીવનનું ઘડતર કેમ કરવું ? તે સમસ્યા થાય. એના નિવારણ માટે પૂ. આચાર્ય ભાવદેવસૂરિજી મ.એ આ ‘યતિદિનચર્યા’ નામનો ગ્રંથ બનાવ્યો છે. પ્રભુની વાણીના પ્રવાહને બાળજીવોના હૈયે ઠાલવવા તેઓશ્રીએ આ ગ્રંથની રચના કરી છે.
ગ્રંથના અંતે તેઓએ પોતાનો પરિચય કાલકાચાર્ય વંશોદ્ભવ તરીકે આપેલ છે. (૧) ઇન્દ્રના આયુષ્યનું અને નિગોદનું સ્વરૂપ કહેનાર.
(૨) સંવત્સરી પર્વની આરાધના ચોથની કરનાર પણ એ *કાલીકાચાર્ય હતા. એમની પરંપરામાં થયેલ પૂ. આચાર્ય શ્રી ભાવદેવસૂરિ મ.એ ૧૪મી સદીમાં આ ગ્રંથ સંકલિત કર્યો અને મતિસાગરસૂરિ મ.એ તે ગ્રંથ ઉપર અવચૂર્ણી કરી.
* તા. ક.-કાલકાચાર્ય ૪ થયા છે. તેમાં ક્યો પ્રસંગ કયા કાલકાચાર્ય ભ.ના સમયમાં બન્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ ઇતિહાસવિદો નક્કી કરી શક્યા નથી. અલગ અલગ પ્રસંગો જુદા જુદા કાલકાચાર્ય ભ.ના નામે ખતવાય છે; તો બીજા મતે એકજ કાલકાચાર્ય ભ.ના નામે બધા જ પ્રસંગો ખતવાઈ રહ્યા છે.-સંપાદક
વાના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org