________________
અવચૂર્ણ એટલે ? માત્ર ગાથાના શબ્દોનો અર્થ જણાવે તે અવચૂર્ણ કહેવાય. પ્રાકૃત ગાથાનું જેમાં ઉદ્ધરણ કરેલું હોય તે અવચૂર્ણો. ચૂર્ણ ગદ્યાત્મક અને પ્રાકૃત ભાષામાં હોય.
મહિસાગરસૂરિ મ. અવચૂર્ણ ગ્રંથના પ્રારંભમાં મંગલ કરે છે. તેમાં સાંયોગિક કે પૌગલિક આનંદથી રહિત જે મૌલિક આનંદ છે, તેને ઉત્પન્ન કરનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યો છે. નમસ્કાર કરવાથી આનંદ રૂપી કંદનું પોષણ થાય છે.
પ્રશ્ન : પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર શા માટે ?
જવાબ : સમ્યગુજ્ઞાન-દર્શનની સફળતા ચારિત્રમાં છે. અને એ શુદ્ધચારિત્રની ભૂમિકાએ પહોંચાડનાર ભગવંત છે. માટે મંગલરૂપે પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર કર્યો છે. મંગલ સ્વરૂપ નમસ્કાર કરી ગ્રંથકારે નિર્ધ-વ્યારણ્યાં વસે’ શબ્દો દ્વારા અભિધેય જણાવ્યું છે. આ અભિધેયમાં ગ્રંથકાર સ્વયં દિનચર્યાની વ્યાખ્યા કરવાનો સંકલ્પ કરે છે.
અહીં દિનચર્યા એટલે શું ? (१) दिने भवा चर्या - दिनचर्या (२) दिने चर्या - दिनचर्या (३) दिनस्य चर्या - दिनचर्या અર્થ : (૧) દિવસમાં થનારી ક્રિયા - આચરણ તે દિનચર્યા. (૨) દિવસમાં કરાતી ક્રિયા-આચરણ તે દિનચર્યા. (૩) દિવસ સંબંધી ક્રિયા-આચરણા તે દિનચર્યા.
અહીં ગ્રંથકાર યતિ=સાધુની ચર્યા જણાવી રહ્યા છે. સંયમજીવન મેળવી સાધુએ દિવસ કેવી રીતે પસાર કરવો ?
સાધુએ વિવેકપૂર્વક સમય સફળ કરવાનો છે. દિવસમાં પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનું છે, અને એ દ્વારા મોહનીય કર્મને ઉખેડી નાંખવાનું છે.
રિન શબ્દમાં તો ધાતુ છે. સંસ્કૃતમાં જે ધાતુ ખંડન કરવાના અર્થમાં છે. મોહનું ખંડન થાય તે દિવસ જ દિવસ છે; અન્યથા વિરાધના છે. સામાચારીનો | વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org