________________
(હાલ યાદ નથી)
(૨) ભાવજન્મ-ભાવથી મુંડિત થઇએ તે.
મોહનીયના સંસ્કાર રૂપ કપડાં ઉતારી પ્રભુનો વેષ પહેરી પંચમહાવ્રત ઉચ્ચરાવે તે ભાવ જન્મ.
અર્થાત્ પંચમહાવ્રત ઉચ્ચરતાં જેવા પ્રકારની મુદ્રા હોય તેને યથાજાત મુદ્રા કહેવાય. તે સમયે માત્ર ઓધો, મુહપત્તિ, ચોલપટ્ટો, કંદોરો જ પાસે હોય. (વધારે વસ્ત્ર ન હોય) બે હાથ જોડી મસ્તક નમાવેલું હોય. કમ્મર ઝુકેલી હોય. હાથની યોગમુદ્રા અને પગની જિનમુદ્રા રાખવાથી યથાજાત મુદ્રા થાય.
પ્રવચન સારોદ્ધારના પ્રતિક્રમણ દ્વારમાં પ્રતિક્રમણની યથાજાત મુદ્રા જણાવી છે. જન્મ સયમની મુદ્રા તે યથાજાત મુદ્રા છે, અહીં દ્રવ્ય જન્મ નહીં પણ, ભાવ જન્મ=દીક્ષા વખતની મુદ્રાથી પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણમાં આસન, કામળ, કપડો ન રખાય. માત્ર ચાર જ ઉપકરણ સાધુને રાખવાના અને સાધ્વીને મર્યાદા પ્રમાણે વધુ હોય. ૪ ખમાસમણાં સુધી સાધુને કપડો રાખવાનો છે. કેમકે ત્યાં વિનય બતાવવાનો છે. ૪ ખમાસમણ પછી કોઇ કપડું નહીં માત્ર ચાર જ રાખવાના. પ્રતિક્રમણના મુખ્ય અંગ તરીકે શક્રસ્તવ છે. પરંતુ શક્રસ્તવમાં વિનય મર્યાદા જાળવવાની છે ત્યાં કપડો રાખવાનો, પછી નહીં.
અઇમુત્તા મુનિએ માત્ર ઇરિયાવહિયા દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ મુદ્રા પૂર્વકની ભાવોલ્લાસ વાળી ક્રિયા હતી. આપણને તે જ ઇરિયાવહિયા મળી છતાં સ્થિતિ કઇ ? આપણે રસ્તાનાજ અજાણ છીએ. ઘેટીને રસ્તે ચાલવાથી તલેટી આવે જ ક્યાંથી ! સામાચારીની મર્યાદાઓ બંધારણ, સામાચારીનું પાલન એ જ ક્રિયાઓનો પ્રાણ છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંત ધર્મસાગરજી મ. કડકડતી ઠંડીમાં પણ કપડા કામળીનો ઉપયોગ સ્વાધ્યાય કે પ્રતિક્રમણ સમયે ન જ કરવા દેતા. તેમની સંયમ, સામાચારીની ચુસ્તતા કેટલી ? પ્રતિક્રમણમાં આસન પણ નહીં રાખવાનું અપવાદે ગ્લાન, વૃધ્ધ ને જ આસન રાખવાની છૂટ અપાઇ છે. તે છૂટ બધાએ સ્વીકારી લીધી છે. શિષ્ટ પુરુષોને માન્ય સામાચારી ને આપણે નિર્જરાનું અંગ માનીને તે રીતે કરવું જોઇએ. સવારે પ્રતિક્રમણ કરતાં રાત્રિના લાગેલા દોષોનું ચિંતન કરી સૂત્ર બોલવું. આ સૂત્રોમાં રામબાણ કરતાં પણ અધિક તાકાત છે. પ્રભુના, ગણધર ભગવંતના સૂત્રો શું ખાલી જાય ? ના, પણ નેગેટિવ, પોઝીટિવ બંને તાર હોય તો જ પ્રકાશ થાય. પ્રતિક્રમણમાં
વાચના-૨૮
Jain Education International
For Private & Personal Use Only
૧૯૭
www.jainelibrary.org