________________
પર પ્રવૃત્તિના બે અર્થ ૧. અન્યની-બીજા વ્યક્તિની પ્રવૃત્તિ ૨. પૌદ્ગલિક પ્રવૃત્તિ
આમાં બધિર અંધ અને મૂક બનવું પડે, તો જ એમના ગુણો દેખાય. અન્યથા એથી અંતરાય મોહનીય વગેરે બંધાય.
બીજાના છતા કે અછતા ગુણો બોલવાથી મોહનીય કર્મ ખપે છે. અને બીજાના છતા કે અછતા દોષો બોલવાથી મોહનીય કર્મ બંધાય.
બોલવું તો પરના ગુણો જ બોલવા.
કોઈના પણ દોષો જોવા, બોલવા કે સાંભળવા નહીં આ રીતે અંતરની વૃત્તિ મહાન હોય તે મહાત્મા !
સ્વદોષ જોવાથી આત્મા આગળ વધે છે. પરદોષ જોવાથી આત્મા નીચે ઊતરે છે.
આથી જ સાધુએ સવારે સ્વદોષદર્શન કરવાનું છે, આત્મનિરીક્ષણ કરી આત્માને ઢંઢોળવાનો છે. આત્મવિકાસમાં શું ખામી છે ? આરાધનામાં હજુ વેગ કેમ નથી આવતો...? આજ્ઞા અને સામાચારી પાલનમાં મારી ભૂલો કઈ કઈ છે ? મારે કરવા યોગ્ય ક્યું સુકૃત્ય નથી કર્યું ? આત્મ ગુણની પ્રાપ્તિ માટે આજે મારે ક્યો અભિગ્રહ ધારવો ઉચિત છે ? પરમ તારક પરમાત્માનું શાસન મળ્યું છે. આરાધનાની તક મલી છે તો...પ્રમાદના કીચડમાં ફસાતો તો નથી ને ? મારા આચારો કેવા છે ? આજ્ઞા પ્રમાણે આચારો પળાય છે કે કેમ ? મારા આચારો આત્મશુદ્ધિનો વિકાસ કરનાર તથા અન્ય જીવોને આલંબનભૂત બને છે કે નહીં? શુદ્ધ આચારમાં છતી શક્તિએ પ્રમાદ કરીશ તો મારા આત્માને તો નુકશાન છે જ. બીજાને પણ ખાડામાં પાડવાનું નિમિત્ત બનીશ. માટે સામાચારીના પાલનમાં ખામી તો નથી ને ?
આમ સાધુ નિદ્રાત્યાગ કરી વિચારણાપૂર્વક ધર્મજાગરિકા કરે. આ ચિંતવના કરવાથી આત્મશુદ્ધિ થાય. ઊંઘનું ઘેન હોય તે પણ દૂર થાય...સ્વસ્થ બની...બાધા ટાળવા સાધુ કઈ રીતે વસતી બહાર જાય...વગેરે અધિકાર અગ્રે વર્તમાન...
વાચના-૫
-
જ
જ
“
***********'+'A', ' ', ' ** *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org