________________
દર્શનાચા૨ મગજની જગ્યાએ છે. ચારિત્રાચાર હાર્ટની જગ્યાએ છે. તપાચાર બે હાથની જગ્યાએ છે. વીર્યાચાર બે પગની જગ્યાએ છે.
આમ શરીરના મહત્ત્વનાં અંગોની ઉપમા આચારોને આપી છે. બાહ્ય તપઅત્યંતર તપ કરતી વખતે અનિષ્ટથી બચાય કેમ ? વીર્યાચાર રૂપ પગ બરાબર હોય તો. પંચાચારની પાલના તેજ જિનાજ્ઞા છે. પંચાચાર અને જિનાજ્ઞા બંને એક જ છે. એમાં રહેલ ખામીની શુદ્ધિ માટે જ પ્રતિક્રમણ છે.
પંચાચાર એટલે પાંચ પ્રકારનો આચાર. અહીં પ્રકાર=ભેદ, એમાં વિકલ્પ ન કરાય. મહત્ત્વપૂર્ણ ભાગ તે ભેદ. એમાં એક પણ અંગની ખામી ન જ જોઈએ. પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવાનું છે. તે પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? તે જણાવેલ છે.
``પત્તિમાં સહ ગુરુના’’ પ્રતિક્રમણ ગુરુ મહારાજની સાથે ક૨વું. બજારમાંથી લાવેલ દવાથી રોગમુક્ત ન થવાય. પણ; ડૉક્ટરનું ડાયરેકશન લેવું જોઈએ. કેમકે, લાવેલી દવા એજ રોગ પર કામ આપે કે નહીં, એ આપણને શી રીતે ખબર પડે ? ડૉક્ટરની જેમ ગુરુની નિશ્રા જરૂરી છે. ક્યારેક પાપ હોય છતાં આપણને એ પાપરૂપ ન લાગે, ત્યારે ગુરુ મહારાજ નિર્દેશન કરે માટે જ ગુરુ મહારાજની નિશ્રા જરૂરી છે. આથી સંવેગભાવની વૃદ્ધિ થાય. ગુરુ મહારાજની નિશ્રા વિના પ્રતિક્રમણ કરે, તેમાં રાગ-દ્વેષ, મોહનીયના સંસ્કારમાં લપટાયેલા આપણે સાચી વાત ન સમજીએ. માટે પ્રાયશ્ચિત્ત પણ યથાર્થ ન જ થાય માટે જ ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરે.
ગુરુ એટલે ?
પોતાની જાતને પાપમાંથી છોડાવી બીજાને પણ છોડાવે તે ગુરુ.
गुणाति तत्वम्=गु३
તત્ત્વને જાણી ગ્રહણ કરે તે ગુરૂ.
ક્રિયામાં જે જે મુદ્રા વગેરેની ખામી હોય તે ગુરૂ જ બતાવી શકે, સ્વયંને ખ્યાલ
ન આવે. આનું રહસ્ય ગુરુ મહારાજની નિશ્રામાં સમજાય. દ્રવ્યથી-ભાવથી ગુરૂમહારાજની
હાજરી કહેવાય.
વાચના-૨૧
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org