________________
ગૃહસ્થને આત્મભાવમાં જવાનું લક્ષ્ય હોય પણ જઈ શકે નહીં. અનિચ્છાએ પણ એને ચૂલો સળગાવવો જ પડે. સાધુ પૃથક્કરણ દ્વારા નિર્દોષ એકાસણુ ક૨વા દ્વારા સ્વાધ્યાયમાં લીન રહે.
અધ્યાત્મકલ્પદ્રુમનો ૧૫મો પ્રકાશ શુભવૃત્તિ શિક્ષા ઉપદેશ છે. જેમાં ટૂંકી સુવાક્યની રચના કરી છે. ગાથા માત્ર ૧૦ છે, પણ આત્માને જાગૃત બનાવી દે તેવી ગાથાઓ છે. આનો વારંવાર આત્મસ્પર્શી સ્વાધ્યાય થઇ જાય તો ગારવો, લાલસા હેરાન ન કરે. ગમે તેવા ઘોડાને, લગામ, હાથીને અંકુશ ન હોય તો યે જંગલમાં રહી શકે, પણ; શહેરમાં ન જઈ શકે. તેમ ઉદ્દામ વૃત્તિઓને કાબૂમાં લેવાની ખાસ જરૂર છે.
સ્વાધ્યાયમાં અંતરની વૃત્તિ ખીલી ઊઠે પછી એને ચાર ઘડા પાણી લાવવું પડે તો ય વૈતરું ન લાગે, પણ ઉલ્લાસથી લાવે. “પરમેષ્ઠિ પદે બીરાજમાન સાધુઓની ભક્તિનો લાભ મળે છે.’’ અનેક ભવોમાં બંધાયેલ કર્મોની નિર્જરા થઈ રહી છે’ એમ વિચારે. સીઝનમાં જેમ વેપારી ખાવાનું ગૌણ કરે, પૈસા કમાવવા તે મુખ્ય ભાવ હોય, તેમ સાધુને બધું જ ગોણ હોય માત્ર કર્મની નિર્જરાનો ભાવ જ મુખ્ય હોય આ વાત સમજવાથી સહજ ઉલ્લાસ રહે.
ઉલ્લાસ બે પ્રકારના :
(૧) માનસિક ઉલ્લાસ અને (૨) આત્મિક ઉલ્લાસ.
માનસિક ઉલ્લાસ સારા દેખાવાની વૃત્તિથી આવી શકે, પુણ્યબંધની અપેક્ષાથી પણ આ ઉલ્લાસ જાગી શકે, પણ; આત્મિક ઉલ્લાસ તો મોહનીયના ક્ષયોપશમથી આવે. એ ક્ષયોપશમ ક્યારે થાય ?
જ્ઞાનીનાં વચનોને ઘૂંટે તો મોહનો ક્ષયોપશમ થાય.
જ્ઞાનીનાં વચનોને ઘૂંટવાથી અંતરનાં પડલો ભેદાઈ જાય. અને નિર્જરાનો માર્ગ ખુલ્લો થાય. પછી કોઈપણ ક્રિયા, આરાધના, સામાચારી પાલન, વૈયાવચ્ચ કરતાં આંતરિક આનંદ-ઉલ્લાસ જાગે. કાર્ય વગેરે કરતાં વેઠ ન લાગે...વધુ ને વધુ આનંદ આવતો જાય. તેથી નિર્જરાની માત્રા પણ વધતી જાય. સાધુને આ ભૂમિકાએ...પ્રત્યેક કાર્ય કરતાં આત્મિક લાભ...નિર્જરા થાય...તે શ્રમ-મહેનત એ ક્રિયા પણ તપ સ્વરુપ છે. ગૃહસ્થો શ્રમ કરે છે, તે ફોગટ મહેનત છે.
ગૃહસ્થો માત્ર ૧૨ થી ૪ આરામ કરે. આખો દિવસ કાર્ય કરી શરીરને નીચોવી નાખે-એ કાંઈ વાસ્તવિક શ્રમ નથી. સાધુ જે શ્રમ કરે છે, તે આત્મ કલ્યાણકારી છે.
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org