SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ દેખીતી રીતે થતી એ ધર્મક્રિયાથી સંતોષ ન મનાય. એ ગૃહસ્થ ઊઠીને નવકારવાળી ગણે.... પણ મોહનીયના સંસ્કાર ન નીકળે તો? નવકારવાળી પણ મોહની વૃદ્ધિ માટે ગણે તો ? મોહનીયના સંસ્કારના પોષણ માટે આરાધના ન જ જોઈએ. આરાધના એટલે શું ? 'રાધના’ શબ્દમાં આ + રાધુ ધાતુ છે. રાધના=સિદ્ધ થવું, જેમ ખોરાક રંધાય છે. તે રાધ ધાતુ પરથી આરાધના શબ્દ બને. જેનાથી પેટપૂર્તિ રૂપ કાર્યસિદ્ધિ થાય છે તે રાધના કહેવાય. અહીં આ + રાધન છે. ન = ઉપસર્ગ મર્યાદા અર્થમાં છે. જ્ઞાનીની નિશ્રા, આજ્ઞાની પ્રધાનતા, વિનય વગેરે મર્યાદાપૂર્વક જે થાય તે વાસ્તવિક આરાધના છે. પરંતુ આ બધું ન હોય, તો દેખીતી રીતે ભલે આરાધના કરે પણ તે વાસ્તવિક નથી. પ્રશ્ન : ઊઠીને તરત આરંભાદિ કરે, તો સાધુએ ગૃહસ્થ-શ્રાવકને ન ઉઠાડાયા પરંતુ પ્રતિક્રમણ માટે શ્રાવકને ઉઠાડાય ? ઉત્તર : ના પ્રતિક્રમણ માટે પણ શ્રાવકને ઉઠાડાય નહીં, કેમકે લીધેલી પ્રતિજ્ઞાને બાધ ન આવે તે જ આરાધના. આપણા નવકોટિના પચ્ચક્ખાણમાં ભંગ ન થવો જોઈએ. હા, પૌષધમાં તે દંડાસનથી વિશેષ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરે છે માટે ઉઠાડાય. પણ પૌષધ સિવાય પ્રતિક્રમણ માટે ગૃહસ્થને ન ઉઠાડાય. સંયમ જીવનમાં અજયણાનો દોષ લાગે. અજયણાથી આરાધના ન ડહોળાઈ જાય તે માટે જાગૃતિ રાખવી. ઉપયોગની જાગૃતિમાં ધર્મ છે. ઉપયોગની અજાગૃતિમાં અધર્મ છે. ક્રિયા એ ધર્મ ત્યારે જ બને કે જેમાં ઉપયોગની જાગૃતિ હોય. આજ્ઞાનું લક્ષ્ય હોય તે ઉપયોગની જાગૃતિ છે. પાપની પરંપરા ન વધે માટે વાઘ કરીને એ માણસને ખતમ કરે. વેપારી તેને જ કહેવાય કે એકવાર નુકસાન વેઠીને આગળના નુકસાનને તો વાચના-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy