________________
શુક્લધ્યાનના પાયામાં ધર્મધ્યાન છે.
ધર્મધ્યાનના પાયામાં અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રાદિ ચાર ભાવના છે. આ ભાવના ન હોય અને સામાન્ય વ્યક્તિને ચાર શબ્દો સંભળાવીએ, તે ક્ષમા છે ? ના...મૈત્રાદિ ભાવનાઓ ધર્મધ્યાનના મૂળમાં છે.
માત્ર આંખો મીંચીને બેસવું તે ધ્યાન નથી. એવું ધ્યાન તો બગલાને, ઝાડને બિલાડીને પણ છે. પણ આ ધ્યાન અશુભ છે.
નવકારશી વખતે ઘડિયાળમાં નજર જાય, તે ય અશુભ ધ્યાન છે. ગૃહસ્થની રાહ જોવી તે આર્તધ્યાન છે. આર્તધ્યાન ચાર પ્રકારે છે : (૧) ઇષ્ટસંયોગમાં આનંદ તે આર્તધ્યાન. (૨) અનિષ્ટના વિયોગમાં આનંદ તે આર્તધ્યાન.
(૩) વેદના નિવારણ માટે મનની નિશ્ચલતા, સામાન્ય તાવમાં ઉપાશ્રય ગજાવે તે ત્રીજો પાયો.
(૪) ભવિષ્યની ચિંતા કરવી તે ચોથો પાયો. આપણે ચારેય ધ્યાનના પારણામાં ઝૂલ્યા જ કરીએ છીએ.
સાધુએ સતત ધ્યાન-મનની પ્રવૃત્તિ કરવી. સાધુએ આ પ્રવૃત્તિ દ્વારા સતત આરાધના કરવાની છે.
આરાધના એટલે?
+ રાધ - ધાતુ છે. રાધ ધાતુ દીપ્તિ પ્રકાશમાન થાય તે અર્થમાં છે.
મા = મર્યાદાપૂર્વક ભગવાનની આજ્ઞા પ્રમાણે મોક્ષ પ્રત્યે પ્રવૃત્તિ તે આરાધના. અર્થાત્ આપણી વૃત્તિઓને આજ્ઞામાં લઈ જવી તે આરાધના.
વિ = વિપરીતપણે=આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે વિરાધના આપણી ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી. શરીરને પંપાળવાની વૃત્તિના કારણે આજ્ઞાથી વિરુદ્ધ થતી પ્રવૃત્તિ તે વિરાધને.
વાચન)-૯ કી
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org