________________
આજે માંડલાની પ્રવૃત્તિમાં ખૂબ જ પ્રમાદ સેવાય છે. ભૂમિ જોયા પછી માંડલા કરે. એમ થવાથી વિવેક અને આજ્ઞા જળવાય. માંડલા પછી તરત જ પ્રતિક્રમણ કરે.
પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કરે. (માંડલીમાં) જે જે સાધુ જે જે ભણ્યા હોય તેનો સ્વાધ્યાય પોણો પ્રહાર કરે. પછી સ્થવિર આદેશ લઈને પોરિસી ભણાવે. પછી સંથારો કરે.
વિશ્રામ માટે નહીં પણ પુન: છ પ્રહારની આરાધના કરવાની છે. માટે સંથારો કરવાનો છે.
પૂર્વકાળે *બારણાવાળા ઉપાશ્રયમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત હતું. આજે બારણાવાળા ઉપાશ્રયમાં ન રહેવાથી દોષ લાગે. બારણા બંધ કરવાથી પ્રાર્થના કરવા છતાં હિંસાનો સંભવ છે.
આપણે એ પ્રાચીન મહાપુરુષોને સવારના ભાવભરી વંદના કરવી. એ કેવા નિગ્રંથ હતા ? આજે ચારસોની કામળી, ઘડિયાળ, પેનો આવી એટલે તાળા-ચાવી રાખવી પડે. આથી મર્યાદા કેટલી લોપાય છે ? “માયા હોય ત્યાં ભય હોય' પ્રાચીન મહાપુરુષો જે જીવન જીવતા હતા, એમના જેવું શુદ્ધ પાલન કરવા માટે દરરોજ સવારે એમને ભાવ પૂર્વક વંદન કરવા, જેથી ભવાંતરમાં આપણને એવું શુદ્ધ ચારિત્ર મળે.
“હવે તો કાળ બદલાયો છે.”
“આ કાળમાં એમ ન ચાલે” એમ બોલવાથી પણ એમની એ મહાપુરુષોની આશાતનાનું મહાપાપ લાગે છે.
સકલતીર્થ આવે ત્યારે સામાન્ય અજવાળું થાય તે સમયે...“આજે શું તિથિ ? શું તપ કરવો ?” એ ચિંતન કરવું. અઢી ત્રણ વાગ્યે પ્રતિક્રમણ કરવાથી આ ક્યાંથી વિચારી શકાય ? આ વિધિ જ બતાવે છે કે મોં દેખાય તે સમયે આ તપ ચિતવણીનો કાઉસગ્ગ આવે છે.
રાત્રીના પહેલા પ્રહરમાં બધા સાધુ જાગે રાત્રીના બીજા પ્રહરમાં ગીતાર્થ સાધુ જાગે રાત્રીની ત્રીજા પ્રહરમાં આચાર્ય ભગવંત જાગે રાત્રીના ચોથા પ્રહરમાં બધા સાધુ જાગે, આચાર્ય ભ. સૂઈ જાય.
* અહીં બારણા શબ્દ કમાડ અર્થમાં છે. દરવાજાના અર્થમાં નથી.
વાચના-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org