________________
બાહુબલિ અને ભરતની જેમ ભક્તિ હંમેશા નિર્દોષ આહારથી જ કરાય, આધાકર્મી ગોચરીથી ભક્તિ ન કરાય. પરમાત્માની આજ્ઞા અનુસાર ગોચરી કરવાની છે તેમ વિહાર પણ પરમાત્માની આજ્ઞા અનુસાર ક૨વાનો છે. ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે. વિહાર એટલે ? એક ગામથી બીજે ગામ જવું તે વિહારની વાત નથી. પરંતુ વિહાર શબ્દમાં વિ + દૂર ધાતુ છે.
‘વ્યવહાર સૂત્રના’ બીજા ઉદ્દેશામાં ૨૧મી ગાથાની ટીકામાં છે કે... વિવિધ નિયતે રત્ન: નિનેતિ′ કર્મની નિર્જરાના માર્ગમાં એટલે પરમાત્માની આજ્ઞાના માર્ગમાં આગળ વધે તે વિહાર કહેવાય. ૨૦/૨૫ કે તેથી વધુ કિ.મી.નો વિહાર કરે પરંતુ તેમાં આજ્ઞા સામાચારીનો લોપ હોય તો તે વિહાર ન કહેવાય. નિર્જરાના બદલે આશ્રવનું કારણ બને.
દ્રવ્યથી ભલે આપણે બેઠા છીએ, પણ ભાવથી આજ્ઞામાં વિહાર ચાલુ છે. ગીતાર્થ ભલે એક જ સ્થાને રહે, છતાં મોક્ષમાર્ગમાં ચાલતા કહેવાય. આજ્ઞા-સંયમને જ મુખ્ય રાખે તે ભાવ. સદાકાલ પ્રત્યેક પ્રવૃત્તિ આજ્ઞા પ્રમાણે કરવાની વૃત્તિ તે જ ભાવ વિહાર છે. ‘શિથિલાચારી’ શબ્દ નવો છે. પણ શાસ્ત્રીય પરિભાષામાં વસત્રવિહારી છે. ઞવસન્ન એટલે ?
સામાવારિવિષયે ડવસિતિ-પ્રમાઘતિ ચ: સ ઞવસત્ર:, સામાચારીના પાલનમાં જે કંટાળે, પ્રમાદ સેવે તે અવસન્ન કહેવાય.
વિહાર એટલે ?
વિ + હૈં ધાતુ છે.
વિ = વિશેષ = વિનય-વિવેકપૂર્વક
હાર-ફેંકી દેવું, પૌદગલિક ભાવોને દૂર કરવા, આત્મ ભાવનાને વધારવી પદ્યત્ત વિહાર=વિશેષ પ્રકારે કર્મ-પુદ્ગલ ભાવોને દૂર કરવા પ્રયત્ન કરવો, તેનું નામ ઉદ્ધત વિહાર.
આપણા આત્મામાં અસંયમની-પ્રમાદની-અજયણાની ખીંટી છે તેના ઉપર પાંચ મહાવ્રતોને ટીંગાડી ન દેવાં; પરંતુ ગુરુના ચરણોમાં બેસીને તેનું રહસ્ય સમજવું. દ્રવ્ય કરતાં ભાવ નિક્ષેપાથી વ્યાખ્યા સમજવાની જરૂર છે. કેમકે...
દ્રવ્ય બોક્સ છે ભાવ એ માલ છે. બોક્સની કિંમત માલથી છે. તો એના દસ
વાચના-૧૪
Jain Education International
For Private & Personal Use Only
εξ
www.jainelibrary.org