________________
પ્રકારની છે :
(૧) ઔદયિક ભાવની ક્રિયા અને
(૨) ક્ષયોપશમિક ભાવની ક્રિયા.
મોહનીય ક્ષયોપશમમાં જે ક્રિયા થાય તે ક્ષયોપશમિક ભાવની ક્રિયા. ઉપદેશ પદમાં આનો વિસ્તાર, લિંગો (ચિહ્નો) બતાવ્યાં છે.
આજ્ઞા અને વિધિનો આદર હોય તો દર્શન મોહનીયનો ક્ષયોપશમ સમજવો અને જયણા પૂર્વક પ્રવૃત્તિ થાય તો ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ સમજવો.
ક્ષયોપશમ ભાવની ક્રિયામાં એવી તાકાત છે કે એનાથી કદાચ શાસન સાથેનો તાર તૂટી જાય તો પણ અન્ય ભવમાં સંધાઈ જાય. ઔદિયક ભાવમાં આ તાકાત નથી. એમાં મન ન ભળે. કદાચ મન ભલે તો ય પૌદ્ગલિક ભાવથી જ કરે. આ ભાવનિદ્રા છે. મોહનીયનો થયોપશમ તે જ ભાવજાગૃતિ.
અશુદ્ઘ ઉપયોગ કર્મબંધ કરાવે.
શુદ્ધ ઉપયોગ કર્મ નિર્જરા કરાવે.
ઉપયોગનો સંબંધ આત્મા સાથે છે.
યોગનો સંબંધ મન સાથે છે.
કષાય એટલે ચારિત્ર મોહનીયના ઉદય સાથેનો ઉપયોગ, આત્માના પરિણામ. મોહનીયના ક્ષયોપશમની હાજરી તે જ વાસ્તવિક જાગૃતિ છે.
શ્રેણિક મહારાજાની જેમ દર્શન મોહનીયનો ક્ષય હોય, અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થાય એવું કવિચત્ જ બને.
દર્શન મોહનીયના ક્ષયોપશમ સાથે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમને જાળવી રાખે, તો ૭ કે ૮ ભવમાં મોક્ષ થાય જ.
અભવ્યને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે, પણ તેમાં દર્શન મોહનીયનો ઉદય છે. આથી પૌલિક ભાવ છે. પૌદ્ગલિક સુખ માટે જ તે આરાધના કરે છે. સારી ઇમ્પ્રેશન માટે સારું વર્તન કરે તો દર્શન મોહનીયનો ઉદય છે, પણ એમાં (સારા વર્તનમાં) દંભ ન થાય તો ચારિત્ર મોહનીયના થયેલા ક્ષયોપશમ દ્વારા દર્શન મોહનીયનો ક્ષયોપશમ થઈ જાય છે. અને એ દર્શન મોહનીયના ક્ષયોપશમ દ્વારા ચારિત્ર મોહનીયનો
વાચના-૧૮
Jain Education International
For Private & Personal Use Only
હ
www.jainelibrary.org