________________
મુહપત્તિનો ઉપયોગ ક્યાં છે ? વળી તેઉકાયની વિરાધના પણ બેફામ છે. પ્રભુના નામે અનાદિના મોહનીયના સંસ્કાર પોષાય છે. આજે એક વર્ગ એમ પણ કહે છે કે “આ મહોત્સવ દ્વારા પૈસાનો ધૂમાડો થાય છે.” જો કે તેઓ અજ્ઞાની છે. આ મહોત્સવો દ્વારા પરમતારક પરમાત્માની ઓળખ કરવાની છે.
બીજી બાજુ શાસન પ્રભાવનાના નામે આપણે જ પરમાત્માની આજ્ઞાનો ભંગ કરીએ છીએ, અને મોહને વધારીએ છીએ, તે પણ બરાબર નથી. દરેક સ્થાને આજ્ઞામર્યાદાનું પાલન જરૂરી છે. મોહના સંસ્કારોને તોડવા માટે સંયમ લીધો છે. સંયમ એટલે ? સમ્યગ્ન પ્રકારે ભગવાનની આજ્ઞાના ખીલે વૃત્તિને બાંધવી તેનું નામ સંયમ. મોહનો પ્રતિનિધિ મન છે. મનને ઊંધું કરી દઇએ તો નમ થઈ જાય છે. જો નમ્રતા આપણા જીવનમાં આવી જાય, તો મોહના સંસ્કારો આપોઆપ ઘટી જાય.
મનની મહત્તા ત્યાં મોહનીય બંધાય. નમ (આજ્ઞા)ની મહત્તા ત્યાં મોહનીય છૂટે.
કોઈ સાધુ કહે : અમે તો ઢોલ, પેટી વગેરે ન હોય ત્યારે ગાઈએ છીએ ત્યારે તો બોલાય ને ? ના, આથી પણ મોહનીયનો સૂતેલો સર્પ જાગે છે. મનમાં એમ થાય કે “હું કેટલો સરસ દુહો બોલ્યો ! મારો કેટલો સરસ રાગ ! લોકો કેટલી પ્રશંસા કરે છે. ! ગયા હતા વીતરાગના ગુણો ગાવા, બાંધ્યાં મોહનીય કર્મ. ગયા હતા કમાણી કરવા પણ ખોઈને આવ્યા. એક યુવાન સ્ત્રીના મૃતકને જોઈને કોઈ યોગીને વૈરાગ્ય વૃદ્ધિ થઇ, ભોગીને વિકાસની વૃત્તિ જાગી, અને શિકારી પક્ષીઓને માંસભક્ષણની વૃત્તિ થાય. વસ્તુ એક છતાં દૃષ્ટિ જુદી છે. આમ શાસન પ્રભાવનાના મોહક શબ્દોને આગળ કર્યા કરતાં આપણી અંતરની વૃત્તિઓને તપાસવી જરૂરી છે. ભગવાના શાસનમાં સ્વકલ્યાણની મર્યાદા ગોણ કરીને પરકલ્યાણ કરવાનું છે જ નહીં, પોતાને તરતાં આવડતું હોય, તો જ બીજાને તારી શકે. ભગવાનની આજ્ઞાને સ્થિર કરવી તથા બીજાના હૈયામાં સ્થિર કરાવવી તે જ શાસન પ્રભાવના છે, સમય થયો છે. વિશેષ અગ્રે.
| વાચના-૨૫
વાચના-૨૫
.
[૮]
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org