________________
નિસીહિ એટલે ?
નિસાહિ=ઇન્કાર, વારણ, નિષેધથી ઉત્પન્ન થતી ક્રિયા તે નિસહિ. ગૃહસ્થ જિન મંદિરે પ્રવેશ કરે ત્યારે નિસીહિ' બોલવાપૂર્વક પાપવ્યાપારનો ત્યાગ કરે છે.
જ્યારે આપણે તો (સાધુ) નિયમમાં જ છીએ, તો શાનો ત્યાગ ! સાવદ્ય ત્યાગ છે જ ! તો નિતીતિ શા માટે ?
શબ્દોનો એક જ અર્થ થાય છે એવું નથી. ભિન્ન-ભિન્ન પ્રકરણો-ગ્રંથોના આધારે અર્થ જુદો જુદો થાય, તેમ વ્યક્તિ વિશેષ અથવા સ્થાન વિશેષે પણ ભિન્ન અર્થે થાય છે. ગૃહસ્થને પણ ત્રણ નિસાહિમાં પહેલી નિસાહિથી પાપ વ્યાપારનો નિષેધ થાય. બીજી નિસાહિથી દેરાસર સંબંધી કાર્યનો ત્યાગ થાય છે. એ દેરાસર સંબંધી કાર્યમાં પાપ તો નથી; પણ હવે મનને દ્રવ્યપૂજામાં કેન્દ્રિત કરવાનું છે તે માટે બીજી નિસાહિ છે.
હવે; દ્રવ્યપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજામાં દાખલ થવાનું છે. શાંતિસ્નાત્ર પછી દેવવંદન વગેરે પ્રભુની ભાવપૂજા સ્વરૂપ મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન છે. એ દ્વારા વીતરાગ પ્રભુની વીતરાગતા ઓળખવાની છે, અને તે દ્વારા દુ:ખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ, બોધિલાભ વિગેરે પામવાનું છે. વીતરાગ કાંઈ ન આપે એવું નથી એમની ભક્તિ દ્વારા મોહનીયનો ક્ષય કરવાનો છે.
આમ; દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં જવા માટે ત્રીજી નિસાહિ કહે. આમાં પ્રથમ નિશીહિથી પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. બીજી નિસીહિથી દેરાસર સંબંધી કાર્ય નો ત્યાગ થાય છે. તથા ત્રીજી નિસાહિથી દ્રવ્ય પૂજાનો ત્યાગ થાય છે. આમ દરેક સ્થાને નિશીહિ શબ્દ એકજ હોવા છતાં જુદા-જુદા ભાવો તેમાં સમાયેલા છે. અર્થાત્ જે પ્રવૃત્તિ માટે તૈયાર થયા છીએ તે એક જ અનુષ્ઠાનમાં ઉપયોગની જાગૃતિ રાખવા માટે આ “નિસીહિ' અર્થાત્ નિયમ છે. નિસાહિ સાવઘ યોગને અટકાવવા માટે છે.
સાવઘયોગ અટકાવવા માટે આજ્ઞાપાલન જરૂરી છે. પરમાત્માની આજ્ઞા શી છે ! “આશ્રવ હેય છે અને સંવરના કાર્યો ઉપાદેય છે.” આ પરમાત્માની આજ્ઞા
શંકા થાય ત્યારે સ્પંડિલ જવું, ભૂખ લાગે ત્યારે વાપરવું, તૃષામાં પાણી પીવું એ
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org