________________
quam-qy
મનસંગ્નિમવું... દા મૂત
પરમાત્માના શાસનના...સાધુજીવનની સમાચારીનો સામાન્યથી અવબોધ કરાવવા માટે પૂ.આ. ભાવદેવસૂરિ મ.સા.એ “યતિદિનચર્યા' ગ્રંથ સંકલિત કર્યો છે. તેમાં પ્રાત:કાલે ચોથા પ્રહરે ઊઠી ક્રમશઃસાધુને સ્વાધ્યાય કરવાની વાત જણાવી રહ્યા છે.
કેમકે...વૈરાગ્યના વૃક્ષને સિંચનાર અને મોહનીય કર્મનો ઘટાડો કરનાર સ્વાધ્યાય છે. પુગલકેન્દ્રીય વૃત્તિને આત્મકેન્દ્રીય લક્ષમાં લઈ જાય તે સ્વાધ્યાય, પછી તે ગમે તે રુપે હોય. જેમાં સંસારની અસારતાનું રટણ થાય તે સ્વાધ્યાય. અણસને સફળ ત્યારે જ થાય કે બીજા અગીયાર તપ સાથે હોય. બીજા તપ સાથે ન હોય તો અણસનની કોઈ કિંમત નથી. ખાવું એ પાપ છે. કારણ ? તેનાથી રાગવૃત્તિ વધે છે. અણસણ ન બની શકે તો એકાહાર કરે. તેમાં પણ સાધુ ખાય નહીં પણ વાપરે.
વાપરવું' શબ્દમાં-વિ + H + 9 ધાતુ છે. અર્થાત્ વિ=વિવેકપૂર્વક, ભક્યાભઢ્યના વિવેકપૂર્વક. ગા=આજ્ઞાની મર્યાદાપૂર્વક, રસનેન્દ્રિયને જીતવાપૂર્વક 9 ધાતુ=પૂરવું. પૂરણ કરવા અર્થમાં છે.
વાપરવું એટલે સંયમજીવનને ટકાવવા વિવેકપૂર્વક રસનેન્દ્રિયને જીતીને પેટનો ખાડો પૂરવો.
આ રીતે વપરાય તો જ વાપર્યું કહેવાય, અન્યથા “જમ્યા' કહેવાય.
આચાર ગ્રંથોમાં વિધિ-અવિધિ ભોજનની વિવિધ રીતો જણાવેલી છે. તેમાં હેયોપાદેયને સમજી તે રીતે વાપરે – વાચના-૧૫
[]
વાચના-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org