________________
ઉપાયથી ગિઠિયોગની પ્રવૃત્તિ ન કરવી. સાધુ પોતાના જીવનની મર્યાદાથી બહાર પગ મૂકે, તેનું નામ ગિઠિયોગ. ગૃહસ્થનો પરિચય | સંબંધ સાધુએ ન કરવો જોઈએ. તેના સંસ્કાર આપણા જીવનમાં આવે. સાધુપણામાં ગૃહસ્થની જેમ ચર્યા કરે અથવા ગૃહસ્થ જેવી ભાષા બોલે તે ગિઠિયોગ છે. ગૃહસ્થ કહે: “મારે સંડાસ જવું છે. મારે જમવું છે.” સાધુપણામાં આમ ન કહેવાય. ગૃહસ્થની ભાષા જુદી છે. અને આપણી ભાષા જુદી છે. મુનિજીવનની ભાષા એવી હોવી જોઈએ કે જેનાથી રાગદ્વેષની પરિણતિ ન વધે. રોટલી શબ્દ “લોટ માંથી બન્યો છે. શાસ્ત્રકારોએ એને માટે ચન્દ્રિકા શબ્દ મૂક્યો છે. આથી જેમ ગૃહસ્થ રોટલો-રોટલી કહે છે તેમ આપણે ન કહેવાય. તેમ ગૃહસ્થ જે રીતે વર્તન કરે છે, તેમ આપણે ન કરાય. ગૃહસ્થ જે રીતે વર્તન કરે છે તે રીતે સાધુ વર્તન કરે તો ગિણિજોગ લાગે. ચોલપટ્ટાની શાસ્ત્રમાં વિધિ બતાવી છે. ચોલપટ્ટો પહેરતાં ચોલપટ્ટાના ચારે ખૂણા સમૃધ્ધ (ખુલ્લા) હોવા જોઇએ. આપણે ચાર પ્રકારના પરિગ્રહથી છૂટા થઈ ગયા છીએ, એટલે ચારે છેડા છૂટા હોય. દીક્ષા લેવાની સાથે જો નૂતન દીક્ષિતને શરૂઆતથીજ ભગવાનની આજ્ઞા બતાવી સામાચારીની મર્યાદા સમજાવે તો મોહનીય કર્મની મજાલ નથી કે એ માથું ઉપાડી શકે ? ગિહિયોગ જ સાધુને પોતાના માર્ગથી ભ્રષ્ટ કરે છે. સામાચારીનો કોઈ વિચાર કરવાનો જ નહીં. બધા કરે છે માટે આપણે પણ કરીએ એમ આંધળું અનુકરણ થઈ રહ્યું છે. અનુકરણ કરવું, પણ સારી વસ્તુનું કરવું. આજ્ઞા-સામાચારી પ્રમાણે જે સમયસર પ્રકતિ-આરાધના કરે તેનું અનુકરણ કરવું જોઇએ. શિથિલ આલંબન લેવું એ આપણા જીવનમાં મોહનીયનો ઉદય છે એમ કહેવાય. દુનિયાના આત્માઓ તો.. મોહના નાચે નચાઈ રહ્યા છે. તેમાં સાધુ જ બચી શકે. અનાદિકાળથી ચાલી આવતો સાધુનો વેશ કદી પણ ન બદલવો.
જ્ઞાનીઓ કહે છે કે આજે અજયણા કેટલી વધી રહી છે ? એ અજયણાના કારણે ગિણિજોગ વધી રહ્યો છે. આ પ્રવૃત્તિને રોકવા માટે તથા અનાદિના સંસ્કારો અટકાવવા માટે સામાચારીનું જયણા પૂર્વક પાલન કરવું જોઇએ “જયણા એ સાધુ જીવનનો પ્રાણ છે. સાધુ જીવનમાં જયણા જો મરી ગઇ તો સાધુપણું નિષ્ઠાણઃખોખું થઈ જાય. ઉનની કાંમળી વિના જયણા પળાય જ શી રીતે ? આજે તો પાલીની કાંમળી અદ્રશ્ય થઈ ગઈ છે. મારી ધારણા પ્રમાણે કહું છું કે...સાધુપણામાંથી તો ગઈ પણ બજારમાંથીય અદ્રશ્ય થઇ ગઇ છે. હવે તો લાલ પટ્ટાવાળી કામળી પણ જતી રહી છે. સફેદ કામળી ચાલી છે. લાલ પટ્ટાવાળી કામળી સાધુપણાનું પ્રતિક છે. પરંતુ આમને
વાચના-૨૬
::::: :
:
:
: :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org