________________
લ્લાસ ન ઘટે, પેટમાં ન દુઃખે, માનસિક સ્થિતિ ડામાડોલ ન થાય. મોહનીય અશાતા વિગેરેનું વિઘ્ન ન આવે તે માટે આ વિધિ છે.
"इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि" વિગેરે સહુએ સાથે જ બોલાય. પરમાત્માના ચરણોમાં જાતનું સમર્પણ કરવાનું છે. માટે ખમાસમણ બધા સાથે બોલે, પણ 'મવાનરં’’ સૂત્ર બધાના વતી ગુરુ મહારાજ તરત બોલે. અહીં પ્રભુને સંપ્રદાન કરવાનું છે. બહુ વહેલા પ્રતિક્રમણ કરનારને આ વિધિમાં ઉભા થવું ઉચિત નથી. રાતે કે સૂર્યોદય પહેલાં હાથ પગ પણ ન જ હલાવાય. રાત્રે અંધાર ના કારણે દ્રષ્ટિ પડિલેહણ ન થઇ શકે. માટે કેટલી જયણા મર્યાદા રાખવાની છે. ગામોસે = કાન" = વસ્તુને લેતાં મૂકતાં પ્રમાર્યા વિના સ્પર્શ કરવાથી લાગતો અતિચાર. ગામોસે એટલે તેમાં જયણા પાલવા ઉપયોગની કેટલી જાગૃતિ રાખવાની ? પોતાના શરીરમાં પણ જ્યાં ત્યાં હાથ ન અડાડાય. ઓઘાને પણ મુહપત્તિથી પુંજી ને લે. ભીંત કે બીજી વસ્તુ ને તો ન જ અડાય. કેમકે ત્યાં જીવહિંસાની શક્યતા છે. હિંસાની શક્યતા હોય ત્યાં પ્રવૃત્તિ કરે તો આજ્ઞા ભંગ થાય. ૪ ખમાસમણાં બેઠા-બેઠા દે. પ્રતિક્રમણ ઉભા ઉભાં કરે-પછી સમુદાયની સામાચારી મુજબ કરવું.
પ્રતિક્રમણ-૩ પ્રકારે છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) જધન્ય પ્રતિક્રમણ - ભૂલનું મિચ્છામિ દુક્કડમ્ દેવું તે. (૨) મધ્યમ પ્રતિક્રમણ - ઇરિયાવહિયા. (૩) ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ - પાંચ પ્રતિક્રમણ કરાય છે તે.
અહીંથી પ્રતિકમણનો પ્રારંભ થાય છે. આખુંયે પ્રતિક્રમણ મુખ્યતાએ યથાકાત મુદ્રામાં કરવાનું છે. દરેક સૂત્રની મુદ્રા-બોલવાની પદ્ધતિ વગેરે નિયત છે. વિનયવિરાસન-ગોદોહાસન વિગેરે મુદ્રાઓ તે સ્થાને જાળવીને પ્રતિક્રમણ કરવાનું છે. મુદ્રા વિના કર્મરાજા પોતાની સીટને ન જ છોડે. ગુન્હેગાર પોલિસને જોઇને ઉભો થઇ જાય. મુદ્રાથી ભલભલાને હૈયુ હચમચી જાય. આથી પ્રતિક્રમણમાં મુદ્રા જાળવવી આવશ્યક છે. મુદ્રા વિનાનું પ્રતિક્રમણ પ્રાણ વિનાનું ખોખું છે. પ્રતિક્રમણમાં યથાજાત મુદ્રા હોય. (મહાનિશીથનું ૪ થું અધ્યયન)
યથાજાત મુદ્રા એટલે જન્મ સમય ની મુદ્રા. જન્મ બે જાતના (૧) દ્રવ્ય જન્મ-જન્મ ધારણ કરવો તે. જે સ્મરણ બહાર છે.
વાચના-૨૮
છે
[૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org