________________
ઉત્તર = આગળના ૩ ખમાસમણમાં સર્વ શબ્દ ન મૂક્યો. ચોથા સાધુના ખમાસણમાં “સવ' શબ્દ મૂક્યો નવકારમાં પણ પાંચમા પદમાં સવ=સર્વ છે. તે માટે પૂ. અભયદેવસૂરિ મ. એ ભગવતી સૂત્રમાં ઘણા ખૂલાસા કર્યા છે.
(૧) સાર્વચ-ગર્ણતઃ સાધવ સર્વ સાધવ :- સાર્વ એટલે અરિહંત ના સાધુ. ને પુષ્પાવે - બુધ્ધ વિગેરે નહીં. સાર્વનું પ્રાકૃતમાં સવ થાય.
(૨) સર્વ જીવોને હિત કરનાર તે સાર્વ કહેવાય. સેવા કરે કે હેરાન કરે તે બધાયનું હિત ચિંતવે, આવા સાધુને નમસ્કાર છે.
(૩) સર્વ શુભયોગોને સાધનારા સાધુ છે. સર્વાન ગુમયોન સીધયન્તિ માટે સવસાહૂણં શબ્દ મુકાયેલ છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. મોક્ષને સાધવા માટે અસંખ્ય યોગ છે. તે બધા યોગને સાધે. મોહનીયના ક્ષયોપશમ માટે જેટલા સાધન મળે તેટલા સાધે.
(૪) “સવ' નો અર્થ શ્રવ્ય કે સવ્ય પણ થાય છે. સાધુ મન ફાવે તેમ ન બોલે. વચનગુપ્તિ અને ભાષાસમિતિનો ખ્યાલ રાખે. હિત-મિત પથ્ય જ બોલે. તેમાં પણ પરમાત્માની વાણી નજર સામે રાખે. જગતમાં સાંભળવા યોગ્ય હોય તો પરમાત્માની વાણી જ છે. આમ સાંભળવા યોગ્ય (પરમાત્માની વાણી) બોલવામાં નિપુણ હોય તે શ્રવ્ય સાધુ કહેવાય.
(૫) માત્ર શબ્દોના સાથીયા પુરે તે ન ચાલે આચાર શુદ્ધિ પણ જરૂરી છે. આચાર એ સાધુ જીવનનો પાયો છે. માટે સવ્વનો અર્થ એ કર્યો; સવ્ય એટલે અનુકૂળ કાર્યોમાં નિપુણ તે સવ્ય સાધુ કહેવાય. અહીં પંચપરમેષ્ઠિમાં ગમે તે સાધુને નમસ્કાર નથી પણ, સાંભળવા યોગ્ય બોલવામાં તથા મોક્ષને અનુકૂળ કાર્યોમાં જે નિપુણ હોય તેમને નમસ્કાર છે.
અન્ય દર્શનમાં અરિહંત, આચાર્ય વિગેરે શબ્દો નથી. હા, વ્યાકરણાચાર્ય ન્યાયાચાર્ચ વિગેરે હોય. પણ તે એકજ વિષયમાં નિષ્ણાત હોય, આચાર્ય પદ માત્ર જિનશાસનમાં છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, ભગવંતનો મૂળ વ્યવહાર ક્યાં ? તેઓનો સાધુ સાથે વ્યવહાર હોય, તો ક્યા સાધુ? કેમકે...
દરેક દર્શનમાં સાધુ છે. વ્યવહારમાં ઇમાનદાર, પ્રમાણિક હોય તે પણ જગતની દ્રષ્ટિએ સાધુ કહેવાય. તેમને અહીં નમસ્કાર નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતની
વાચના-૨૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org