Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 217
________________ થયેલ. પોતાની હજામતની પેટી આકાશમાં ઉપર ચાલતી હતી પણ વિદ્યાદાન કરનાર ગુરુનું નામ છૂપાવવાથી પેટી નીચે પડી ગઇ. આવા અપલોપથી આપણું શું થશે ? પણ કૃતજ્ઞતા આડે આવે છે, વિકાસ માટે કૃતજ્ઞતા ગુણ જરૂરી છે. કૃતજ્ઞતાનો અભાવ એ આરાધકોની આરાધના ને ખતમ કરે છે. જગતના જીવો લોકોને વળતર આપે છે. જ્યારે શ્રી સંઘ આપણને રોટી, પાત્ર, વસ્ત્ર વસ્તી આપે છે એના બદલામાં આપણે એમને અખૂટ વિવેક, ધર્મલાભ વિગેરે આપવાનું છે, મહાવ્રતો, સામાચારીનું પાલન કરવાનું છે, સંયમ ધર્મની સાધના કરવાની છે. અન્યથા... ધર્માદા કી રોટીયો, જીસકા લંબા લંબા દાંત, ધર્મ કરે તો ઉગરે, નહીંતર ખેંચી કાઢે આંત'' (આંતરડા) માત્ર પાત્રા ભરીને આપણે ગોચરી વાપરવાની નથી. વ્રત સંયમ, તપ, સ્વાધ્યાય, ધર્મપ્રેરણા ન આપીયે તો આપણી દશા શી થાય ? દુનિયામાં કહેવત છે કે. જબ માંગેગા હિસાબ, તબ છુટ જાયેગા પિશાબ' ગૃહસ્થો ગોચરી પાણી વહોરાવવા દ્વારા જે ઉપકાર કરે છે તે ઉપકારનો બદલો પણ વાળવાના છે; તે માટે કૃતજ્ઞ બનવાનું છે. કુમારપાળ મહારાજા પૂર્વ અવસ્થામાં યુદ્ધ કરે છે. યુદ્ધમાં હારી ગયા ત્યારે ભાગી છૂટે છે. પાછળ સિપાઇઓ પડ્યા છે. તેમનાથી બચવા આખા શરીરે રાખ લગાવી બાવાના વેશમાં ભૂખ્યા થયેલા. એમણે ગામમાં જઈ એક વેપારી પાસે સોનાની તલવારની મૂઠનું સુવર્ણ આપી બદલામાં ૩ ચપટી ચણા માંગ્યા વણિક વિચારે છે. “સૂરજ છીએ નહી બાદલ છાયા રૂપ છીપે નહી ભભૂત લગાયા'' મુખાકૃતિ-તેજસ્વિતા વિગેરેથી જાણી લે છે-આ સાધુ વેષમાં સાધુ નથી લાગતો પણ આપત્તિમાં ફસાયેલ રાજવંશીય લાગે છે. એમ સમજી કશું જ લીધા વિના સારી રીતે ખવડાવે છે. કુમારપાળ રાજ્ય પામ્યા ત્યારે એ જ વણિકને નગરશેઠની પદવી આપી. ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ કેટલો હતો ? ઉપાધ્યાયજી ભગવંતને નમસ્કાર કરવામાં કૃતજ્ઞતા ભાવે છે. જેમનાથી નવકાર મહામંત્ર પામ્યા, સંયમ પામ્યા એમના પ્રત્યે કૃતજ્ઞનતા ભાવ તો ન જ કરાય. માટે ત્રીજું ખમાસમણ છે. ચોથા ખમાસમણ દ્વારા સર્વ સાધુ ભગવંતોને વંદન કરાય છે. તે અધિકાર હવે-આગળ વિચારશું. વાચના-૨૭ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226