________________
ષષ્ઠી પ્રત્યય બે પ્રકારે છે. (૧) કારક ષષ્ઠી અને (૨) સંબંધ ષષ્ઠી. અહીં કારક ષષ્ઠી છે. જે ચતુર્થીના અર્થમાં છે. પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ નથી. અહીં નમસ્કાર કરવા રુપ ક્રિયા છે. માટે આ ષષ્ઠી વિભક્તિ કારક ષષ્ઠી કહેવાય. ચતુર્થીના અર્થમાં પણ ષષ્ઠી જ વપરાય છે. માટે તેનો અર્થ કારક ચતુર્થીનો લેવાનો છે. (નમો ગર્ણમ્યો') ક્રિયા દ્વારા સામી વ્યક્તિ સાથે સંબંધ જોડાય, તેનું નામ કારક (ચતુર્થી) ષષ્ઠી. જેમાં કોઇને વસ્તુ આપવામાં સામી વ્યક્તિનું સર્જન અને પોતાના સ્વાભિમાનનું વિસર્જન થાય. જેમકે બ્રાહ્મણાય-અહીં બ્રાહ્મણના માલિકી ભાવનું નવું સર્જન થાય છે. આપનારના માલિકી ભાવનું વિસર્જન થાય છે. તે માટે ચતુર્થી વપરાય છે. અહીં પણ સ્વ વિસર્જન અને પ્રભુની માલિકીનું સર્જન છે. "ગામોડર્ર” અહીં પણ અહં પ્રત્યય લાગે.
સંપ્રદાન=ચતુર્થી વિભક્તિના અર્થમાં અહીં ષષ્ઠી વિભક્તિ છે. સંપ્રદાન એટલે ? સરી પ્રવારે પ્રવર્ષ ફોન = સંપ્રદાન. સચ પ્રકારે પ્રર્ષે = આજ્ઞાના સ્વીકાર પૂર્વક જાતનું દાનતે સંપ્રદાન.
સંપ્રદાન=સમ્ ++ તો ધાતુ છે. જે ઘતિ-ખંડન કરવાર્થે વપરાય છે. અહીં મોહનું ખંડન કરવું ને સંપ્રદાન. મોહનું ખંડન પરમાત્માની આજ્ઞાનું સર્જન કરવાથી થાય. મોહનીયના સંસ્કારને છેદી નાખવાથી આત્મ સમર્પણ થઈ શકે. અહંનું વિસર્જન તે રૂપ પ્રથમ ખમાસમણું છે. “ભગવાનું' શબ્દથી ઐશ્વર્ય સહિત એવા અરિહંત પરમાત્મા અર્થાત્ અષ્ટ-પ્રાતિહાર્ય, ૩૪ અતિશય સહિત ઋદ્ધિવાળા અરિહંત ભગવંત લેવાના. તેમને નમસ્કાર કરીને અહંભાવનું વિસર્જન આજ્ઞાનું સર્જન કરવાનું છે.
બીજું ખમાસમણ આચાર્ય ભગવંતને છે. આચાર્ય ભગવંત મોહનીયના સંસ્કારનું ખંડન કરવા શાસ્ત્રોના ઔદંપર્યાય અર્થ બતાવનાર છે. માટે તેમને બીજું ખમાસમણ છે. અરિહંત ભગવાન્ સૌને માટે આજ્ઞા કરે છે. જ્યારે આચાર્ય ભગવંત ઉત્સર્ગ અપવાદ માર્ગ બતાવે.
= મર્યાદા આજ્ઞા પ્રમાણે ૨૨ - કરવું આચરણ કરવું.
આચાર્ય ભગવંત પરમાત્માની આજ્ઞાને પ્રેકટીકલ સ્વરુપે જણાવે છે. આપણને પણ મર્યાદા આજ્ઞામાં રહેવા પ્રેરણા કરતા રહે છે. આથી જ તેમને અહીં વંદન કરવાનું છે.
ત્રીજું ખમાસમણ ઉપાધ્યાય ભગવંતને છે.
S
વાચના-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org