________________
ગવર્મેન્ટ નો સિક્કો, ધ્વજ, 'સત્યમેવ Mયતે', ચાર સિંહ વિગેરે દસ્તાવેજમાં હોય તો જ માન્ય રખાય. તેમાં આપણી મન મરજી ન ચાલે. થોડો પણ ફેરફાર થાય તો દસ્તાવેજ અમાન્ય થાય; અને દંડ થાય તે જુદો. પરમાત્માના શાસનનો વેષ પલટાવનાર આપણે કેટલા “શૂરવીર” છીએ. મન ફાવે તેમ રેશમી સાદી, ગરમ, પાલીની કાંમળી વિગેરે કાંમળી ઓઢીએ !! પણ આથી તો તીવ્ર મોહનીય કર્મ બંધાય.
સુકોમળપણું કરવાથી રેશમી, તારવાળી વિગેરે કાંમળી વાપરવાથી અશાતા વેદનીય અને મોહનીય કર્મ બંધાય. છતી શક્તિએ આજ્ઞા પાલન ન કરવાથી વીર્યંતરાય કર્મ બંધાય. સામાચારીના અપાલનથી મોહનીય બંધાય. ગોચરી વાપરવામાં ગરબડ થવાથી કે વધુ વાપરવાથી ઝોકા વધુ આવે. દર્શનાવરણીય કર્મના ઉદયને પોષવાથી પણ મોહનીય કર્મ બંધાય. કેમકે પ્રતિક્રમણ વિગેરે કરે પણ સ્વચ્છેદ વૃત્તિથી કરે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિમાં મોહનીયનો બંધ ન થાય તે માટે સામાચારી-આજ્ઞાના પાલનમાં સતત જાગૃત રહેવું. સામાચારીના પાલનથી મોહનીય તૂટે. પ્રતિક્રમણ પણ સામાચારી મુજબ કરવાનું.
ખરતરાદિ દરેક ગચ્છમાં પડાવશ્યક સુધીમાં ફેર નથી. આગળ પાછળ ફેર છે.
હવે પ્રતિક્રમણની વિધિ બતાવે છે. પ્રતિક્રમણની શરૂઆત પહેલાં વિનય દ્વારા મોહનીયનું બંધારણ ઢીલું કરવાનું છે. તથા વિનયના પ્રતિક રુપ વેડરોવિ રવમાસમUT’’ ચાર ખમાસમણાથી ગુણાનુરાગની વૃદ્ધિ કરવાની છે. પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે.
તે પંચાચારને.. બતાવનાર અરિહંત ભગવાન છે. સમજાવનાર આચાર્ય ભગવાન છે. ભણાવનાર ઉપાધ્યાય ભગવાન છે. પાલન કરનાર સાધુ ભગવંત છે.
માટે એઓના બહુમાન-ગુણાનુરાગ માટે આ ચાર ખમાસમણા છે. આ ચાર ખમાસમણાની સાથે ભગવાનાં આદિ પદ બોલવાના છે.
વંદન બે પ્રકારે (૧) યોગિક વંદન = મસ્તક નમાવવા પૂર્વકનું વંદન. (૨) આરુઢિક વંદન = શબ્દ બોલવા પૂર્વક નમવું તે.
ભગવાનાં વગેરે પદો / શબ્દોમાં પ્રાકૃતમાં ષષ્ઠી પ્રત્યય લાગે છે. (પ્રાકૃતમાં) વાચના-૨૭
***
**
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org