________________
QUUM=20
चउरोऽवि खमासमणा सव्वसवि दंडओ चेव ||१०||
પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક આચાર ગ્રંથો આગમ ગ્રંથોનું દોહન કરી “યતિદિનચર્યા' ગ્રંથ બનાવ્યો છે. આ વિષમકાળમાં પણ શાસ્ત્રીય આજ્ઞા મુજબ સંયમ જીવન કેળવવા આ ગ્રંથનું વાંચન છે. અનાદિના મોહનીયના ક્ષયોપશમ કરવાના લક્ષ્યને જારી રાખવા જ સાધુ જીવનની સર્વ પ્રવૃત્તિ છે. આ અનાદિના મોહનીયના ક્ષયોપશમ (ક્ષય) માટે જ ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. સંયમીને સર્વ પ્રવૃત્તિ તે માટે જ છે. ગૃહસ્થ ઉઠતાં જ મોડું કરે જ્યારે સાધુ સવારે ઉઠવામાં પણ આજ્ઞા મુજબ સામાચારી પાળે. આથી મોહનીય ઢીલું પડતાં જ દર્શનાવરણીય મોળું પડે જ.
ગાઢ નિદ્રા આવવાના બે કારણ છે : (૧) દર્શનનાવરણીય કર્મનો ઉદય. (૨) વાપરવામાં ગરબડ થાય.
ત્રણ કલાકમાં હોજરીમાંથી ગમે તેવો આહાર બહાર નીકળી જ જાય. પાચન થયા વિનાનો હોય તો...કાચોઆમ બને, આંતરડામાં ચોંટી જાય. જેથી ઊંઘ-પ્રમાદઆળસ આવે. ખરેખર તો હોજરીનું કમળ સવારે દસ-સાડાદસ વાગે વિકસે પછી તેમાં આહાર નંખાય. આપણે સવાર સાંજ પાતરા ભરીને વાપરીએ તે આંતરડા પર અત્યાચાર છે.
સંયમ બે પ્રકારે છે : (૧) દ્રવ્ય સંયમ વધુવાર ઠલ્લે ન જવું પડે, માંદા ન પડીએ તે માટે સંયમ રાખવો. (૨) ભાવ સંયમ : મોહનીયના સંસ્કારમાંથી છૂટવા સંયમ રાખવો.
વાચના-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org