________________
@IGURU
કરોતિ HIRIT...M૧૦થી
ચરમ શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. ભાવળેવસૂરિ મ. એ બનાવેલ યતિદિનચર્યા ગ્રંથની વાચના ચાલી રહી છે. તેમાં પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. શ્રી વિજયપ્રભસૂરિ મ. વિગેરે ચાર વાચકોની સમિતિ દ્વારા હાલની પ્રતિક્રમણની વિધિ નક્કી થઇ છે. જેમાં પ્રાચીનકાળની સામાચારીનો અવશેષ આજે પણ જણાય છે. મોહનીયના સંસ્કારો ક્ષીણ કરવા માટે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતને વંદન કરી સ્વાધ્યાય કરવાનો છે. વિધિનું બહુમાન તથા પૂર્વના મહાપુરુષો પ્રત્યેનું બહુમાન જાળવવાનું છે. સઝાયના પ્રતિક રૂપે ભરખેસરની સઝાય છે. વિધિનું બહુમાન તથા પૂર્વના મહાપુરુષો પ્રત્યેનું બહુમાન જાળવવાનું છે. તેઓને યાદ કરી આત્માનુપ્રેક્ષા કરવાની છે. તેઓમાં રહેલો શાસનનો રાગ, ભવવૈરાગ્ય-સંયમસામાચારીની પક્કડ, સંવેગ, નિર્વેદ, પ્રભુભક્તિ, વિનય, વૈયાવચ્ચ વિગેરે ગુણો આપણામાં પરિણત થાય તે માટે તેઓને યાદ કરવાના છે. કદાચ રાત્રે નિંદ્રામાંથી જાગી જવાય તો પણ પંચપરમેષ્ઠી તથા મહાપુરુષોના ગુણોનું સ્મરણ-રટણ કરવાનું વિધાન છે. (જુઓ પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૪૬/૧૪૭ મૂળ)
પ્રતિક્રમણ એટલે ‘અનાદિની મોહનીયની દિશામાંથી પાછા ફરવું તે મોહના સંસ્કારને ઢીલા કરવા. પંચાચારની શુદ્ધિ માટે તથા ગુણાનુરાગની કેળવણી માટે ચાર ખમાસમણ દેવાના. તેમાં પહેલું અરિહંત પરમાત્માને, બીજું ખમાસમણ આચાર્ય ભગવંતને, ત્રીજું ખમાસમણ ઉપાધ્યાય ભગવંતને ચોથું ખમાસમણ સર્વ સાધુ ભગવંતોને દેવાનું છે.
પ્રશ્ન = અહીં “સવ્વસાહૂણ'' શા માટે ?
વાચના-૨૮ Jain Education International
૬૧૦ www.jainelibrary.org
For Private & Personal Use Only