________________
૩=પાસે મી=અંદર
વૃત્તિઓને અંદર લઈ જનાર તે ઉપાધ્યાય. વ્યક્તિ વિશેષ-સૂત્રાજ્ઞા મુજબ આજ્ઞા કરનાર ઉપાધ્યાય ભગવંત છે. આ તફાવત બંનેમાં છે. આચાર્ય ભગવંત જનરલ આજ્ઞા ફરમાવે. ઉપાધ્યાય ભગવંત વ્યક્તિ વિશેષ આજ્ઞા ફરમાવે. કોઇને વિનયનું કહે, કોઇને વૈયાવચ્ચનું કહે. પ્રભુના શાસનના માર્ગે વાળનાર આચાર્ય ભગવંતને તથા સૂત્રાદિનું દાન આપનાર ઉપાધ્યાયને અહીં ન જ ભૂલાય. શ્રુત પ્રવાહની નવી પરંપરામાં આજે ઉપેક્ષા થતી જાય છે. પાઠશાળાઓ વધતી જાય છે. પાઠશાળા શાસ્ત્રીય નથી. છતાં અપવાદે ગૌણભાવે જેમણે આપણને શીખવ્યું છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી જ પડે. તેમનો અપલાપ ન કરવો તે અનિન્દવ-જ્ઞાનાચારનો ભેદ છે. લૌકિક ગ્રંથોમાં પણ જણાવ્યું છે કે એક અક્ષરને આપનાર ગુરુને પણ જે ભૂલી જાય છે તે મસાણમાં ગીધ, શિયાળ થાય છે.
"एकाऽक्षरं प्रदातारं गुरुं यो नाभिमन्यते, श्वान योनि शतं भुक्त्वा चांडालेष्वभिजायते "
એક હજામ હજામત કરવા જાય ત્યારે પેટી આકાશમાં જ ચાલે, આશ્ચર્યની આ વાત આખા ગામમાં ચર્ચાય છે. રાજાને આ સમાચાર મલ્યા. આથી એકવાર તેને રાજા બોલાવે છે. પેટીને આકાશમાં ચાલતી જોઈ રાજા આશ્ચર્યચક્તિ થઇ જાય છે. પણ રાજાને કાન હોય; શાન ન હોય. રાજા હજામને પૂછે છે કે આ મંત્ર સિધ્ધિ છેકે તંત્ર સિધ્ધિ છે.
મંત્ર સિદ્ધિ ઉછીની કહેવાય. તંત્ર તપ સિદ્ધિ પોતાની કહેવાય. રાજા કહે આ સિદ્ધિ તારી છે કે ઉછીની છે ? સ્વમાની હજામે તપસિદ્ધિ સ્વસદ્ધિની વાત કરી કે હિમાલયની ગુફામાં રહી ૧૨ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. તેમાં મને આ સિદ્ધિ મળી છે.” આમ વાત કરે છે. ત્યાં જ ગુરુનો અપલાપ કરવાથી હજામતની પેટી આકાશમાંથી નીચે પડી ગઇ. સાચી વાત એ હતી કે હિમાલયની ગુફામાં એક યોગી હતા. તે પોતાનું ધોતિયું આકાશમાં ઉડાડતા અને સ્થિર રાખતા. અને આ યોગીની આ સિદ્ધિ પામવા માટે હજામે ૧૨ વર્ષ સેવા કરીને યોગી પાસે આ સિદ્ધિ માંગી યોગીએ યોગ્ય સમજીને સેવાના ફલરૂપે ને વિધિ જણાવી. ૬ માસ નદી કિનારે એક પગે ઉભા રહી ફળ ખાઇને મંત્ર સિદ્ધિ કરવા કહી. મંત્ર આપ્યો તે પ્રમાણે કરતાં હજામને પટમાસ પછી સિદ્ધિ
વાચના-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org