________________
(સાર્વ) આજ્ઞા મુજબ ચાલે તે સર્વ સાધુ ને અહીં નમસ્કાર છે. સજ્જનને પણ સાધુ કહેવાય, અપભ્રંશમાં સાહુ થયું, એમાંથી સાહુકાર બન્યા. એમાંથી શાહ બને. એ વાત અહીં નથી, અહીં તો ભગવાનની આજ્ઞા પ્રમાણે વિચરનાર તે જ સાધુ. આથી અન્ય દર્શનના સાધુ બાકાત થયા. એમાં પણ વિકલ્પ છે.
૨૭ ગુણ યુક્તમાં સાધુ ઘણા. તેમાં યોગ્યતા, સાધના કે ઉપાદાનના કારણે ઘણી તરમતા સાધુ અવસ્થામાં હોય. દરેક અરિહંતોના ગુણ સરખા જ હોય. તેમના ૮ પ્રાતિહાર્ય, ૪ અતિશય એમ ૧૨ ગુણમાં કોઇ ફેર નહી. અનંત તીર્થંકરોને અતિશયાદિ ગુણોમાં કાંઇ જ ફેર નહિ. આચાર્ય ઉપાધ્યાય વિગેરેમાં ફેર નહી. કેમકે વિશિષ્ટ યોગ્યતા વિગેરે જોઇને તે પછી પદ અપાય છે. પરંતુ સાધુમાં ફેર હોય. તરતમતા હોય છે. કેવળી, પૂર્વધારી, ૧૪ પૂર્વી, ૧૧ પૂર્વી, અષ્ટપ્રવચનમાતાના પાલક કે બાળસાધુ પણ આ સાધુપદમાં છે. હા; એમની (બાળસાધુની) માત્ર ઉમેદવારી હોય. લક્ષ પણ એ જ હોય.
કો'ક વૈયાવચ્ચી, કો'ક જ્ઞાની, કો'ક તપસ્વી, કો'ક પ્રતિમાધારી વિગેરે પણ હોય તે સર્વસાધુને નમસ્કાર કરવાનો છે.
ચોથું ખમાસમણ દેતાં ભગવંતના માર્ગમાં ચાલતાં આગમના જાણકાર પ્રભાવક, તપસ્વી વિગેરેના ગુણો યાદ કરી ગુણાનુરાગની વૃધ્ધિ માટે સાધુ ભગવંત ને ભાવપૂર્વક નમસ્કાર કરે. ગુણાનુરાગની વૃધ્ધિ થવાથી સ્વદોષ જલ્દી દેખાય. કેમકે દ્રષ્ટિની નિર્મળતા થઇ ગઇ છે. ક્યારેક ગુરુ મહારાજ પણ દોષ બતાવે; આપણી દ્રષ્ટિમાં તે દોષ ન હોય અને ગુરુમહારાજ કદાચ બતાવે તો પણ શિષ્ય-સાધુ તે દોષનો સ્વીકાર કરી લે. આ ક્યારે થાય ? મોહનીયનો ક્ષયોપશમ થયો હોય તો જ બની શકે. અંતરથી નિખાલસ બની જાય. સ્વભૂલનો એકરાર કરે. સર્વ સાધુ બોલતાં મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કેવળી, બાલ, તપસ્વી, વૈયાવચ્ચી વિગેરે સાધુ નજર સામે આવે. ગુણાનુરાગના કારણે હૈયુ ભાવથી ઉભરાઇ જાય. પણ તે ભૂમિકા ક્યારે સ્પર્શે ?
શબ્દ, વર્ણ, સંયોજનાની પણ વિશિષ્ટ શક્તિ છે. પદ્ધતિ પૂર્વક ઉચ્ચારણ કરવાથી ભાવ સ્પર્શે જ. હૈયાના ભાવોલ્લાસ હોય તો જ પદ્ધતિ પૂર્વક ઉચ્ચારણ થાય. પંચાચારની શુધ્ધિ માટે કરાતા પ્રતિક્રમણમાં ખમાસમણ વિગેરે માંગલિક પણ છે. પ્રતિક્રમણનું = પ્રાયશ્ચિતનું મંગલ કાર્ય ક૨વા તૈયાર થયા છીએ ત્યારે શ્રેયાંસિ વદુ વિઘ્નાનિ તે નિયમ અનુસાર વિઘ્નો ઘણા આવવાના. આવા સમયે પ્રતિક્રમણમાં ભાવો
વાચના-૨૮
Jain Education International
For Private & Personal Use Only
૧૯૫
www.jainelibrary.org