________________
પોઝીટિવ (ક્રિયા) છે. પણ પુદ્ગલ ભાવની ઉણપ (અભાવ) રુપ નેગેટિવ ભાવ નથી. આ બંને તાર જોડાઇ જાય તો ગમે તે ક્રિયા કરતાં કેવલજ્ઞાન મળે.
આગમમાં (શ્રી નિશીથ સૂત્રમાં) કેવલજ્ઞાનીના (પ્રાયઃ) ૪૫ જેટલા પ્રકારો છે. આલોચના કેવળી, પ્રાયશ્ચિત્ત કેવળી, સજ્ઝાય કેવળી, ચર્યા કેવળી ઠાણ કેવળી વિગેરે દરેક ક્રિયાથી કેવલજ્ઞાન થાય. પણ તે તે ક્રિયામાં ભાવ ભળવો જોઇએ, ઉલ્લાસ જોઇએ, આપણે ક્રિયા કરીએ છીએ પણ ઉલ્લાસ નહીં હોવાથી ક્રિયામાં કંટાળો આવે અને જેમ તેમ પૂરી થાય. પણ; કોઇ માણસને કહો કે ‘આ રુપિયાની નોટો પડી છે તેમાંથી તમો જેટલી ગણો તેટલી નોટો તમારી'' તો એને થાક, ભૂખ લાગે ? ના, ઉલ્લાસ તૂટે ? ના; તેમ પ્રતિક્રમણમાં જેમ-જેમ પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તેમ-તેમ નિર્જરા રૂપ ધન આવે છે. આવી સાચી સમજણ થાય તો આત્મામાંથી જ ભાવ આવે. વિધિ પૂર્વક ક્રિયા કરવાથી ભાવ આવે. મશીનમાં કાચોમાલ નાખો તો તૈયાર માલ થાય. ક્રિયા એ મશીન છે. પણ કાચું મેટ૨ શું ? વિધિ, ગુરૂ નિશ્રા, પદ્ધતિ પૂર્વક સૂત્રોનું ઉચ્ચારણ, યોગ્ય મુદ્રાની જાળવણી વિગેરે કાચુ મેટર છે. તેના પ્રત્યે બેદ૨કારી વધતી જાય છે. શુષ્ક અધ્યાત્મવાદી ક્રિયાને ગૌણ માને છે. પણ કાચા માલ વિના માલ ક્યાંથી મલે ? આપણને ઉલ્લાસ નથી માટે જ ક્રિયા એ કાયકષ્ટ બને છે !!! પોતાને ઘેર લગ્ન હોય તો માણસ કેટલી દોડાદોડ કરે. પોતાને ત્યાં પ્રસંગ હોય ત્યારે ઉલ્લાસથી કાર્ય કરે એથી થાક ન લાગે; એ જ બીજાને ત્યાં પ્રસંગમાં જાય તો ગળીયા બળદ જેવો થાય. કાર્ય એકજ સમાન હોવા છતાં ઉલ્લાસ પૂર્વક ક્રિયા કરવામાં થાક લાગતો નથી.
આપણે પોતાનો નિર્જરાનો પ્રસંગ આવ્યો છે તો કેટલો ઉલ્લાસ રાખવો જોઇએ અરે ! તેમાં પોતાને નિર્જરા તો છેજ પરંતુ સાથે-સાથે આપણી મુદ્રાદિ સહિત શુદ્ધ ક્રિયાની બીજા અનુમોદના કરે આથી તેઓની નિર્જરા થાય. તેના નિમિત્ત આપણે બનીએ બીજા લોકો પણ ધર્મ માર્ગે જોડાય તથા વ્યવહાર જળવાય એ માટે પણ મુદ્રા તો જાળવવી જ જોઇએ.
પ્રતિક્રમણ ના સમયે ગુરુ મ. જાગે ત્યારે તેમના પ્રતિ વિનય ગુણ વ્યક્ત કરવા ગુરુ મ. ને ‘ઇચ્છકાર’ સૂત્રના માધ્યમે સુખશાતા પૂછે. આમાં રાત્રી સંબંધી-શરીર સંબંધી વિગેરે ચાર પૃચ્છા કરી; છેલ્લે ભક્તિ નમ્રતા પૂર્વક સુખશાતા પૂછે. પછી ખમાસમણું દઇ પ્રતિક્રમણ ઠાવવાનું. ખમાસમણ સૂત્રનું મૂળ નામ છે ‘પંચાંગ પ્રણિપાત’ સૂત્ર પંચાંગ પ્રણિપાત થી આંતરડાના રોગ ક્ષય પામે. નમાજે પઢે તે મુસલમાન.
વાચના-૨૮
Jain Education International
For Private & Personal Use Only
૧૯૮ :
www.jainelibrary.org