Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 210
________________ છે. દીક્ષા બાદ બે પ્રકારની શિક્ષા લેવાની...(૧) ગ્રહણશિક્ષા (૨) આસેવનશિક્ષા. ગ્રહણ શિક્ષા-ગુરુ મ. ના હૈયામાંથી ઝરતા વાત્સલ્યના ઝરામાંથી જ્ઞાન મેળવવું પણ પુસ્તકમાંથી નહીં તે ગ્રહણ શિક્ષા. આસેવન શિક્ષા એટલે. ઞ = મર્યાદાપૂર્વક સેવન = અમલમાં મૂકવું. દીક્ષા લેતાંની સાથે આસેવન શિક્ષા અપાય છે. જે જાણ્યું તેને અમલમાં મૂકવું એનું નામ આસેવન શિક્ષા. જેમ નાનું બાળક માતાની આંગળી પકડીને ચાલતાં શીખે, તેમ શૈક્ષ્ય-નવદીક્ષીતે ગીતાર્થની આંગળી પકડીને આસેવન શિક્ષા ગ્રહણ કરવાની. આજે મોટે ભાગે નવદીક્ષીતને ક્યાં એવી શિક્ષા અપાય છે કે...આ ચિત્ત છે, આ દોષયુક્ત છે, આ આપણને યોગ્ય નથી. કદાચ ૪૨ દોષના નામ પૂછવામાં આવે તો એમને નામ ન આવડે. જો દોષના નામ ન આવડેદોષોની જાણકારી ન હોય, તો એનાથી બચાય શી રીતે ? માટે દરેક પ્રવૃત્તિ-આચારસામાચારીમાં ગુરુ મ.ની આંગળી પકડીને આસેવન-શિક્ષા મેળવવી જોઇએ. આ વાત ખમાસમણના અધિકારમાં ચાલે છે. ગુરુનો વિનય જાળવવાનો છે. હૈયામાં બહુમાન હોય તો વિનય સચવાઇ જાય. ગુરુ મ.ને પ્રદક્ષિણામાં પણ બહુમાન વ્યક્ત થાય છે...પ્રદક્ષિણા શા માટે દેવી ? ભવભ્રમણને ટાળવા માટે પ્રદક્ષિણા દેવાની છે. મર્યાદાપૂર્વક શાસનની આરાધનાના માધ્યમે રાગ-દ્વેષ અને મોહના આંટા ટાળવા માટે તીર્થંક૨ પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. ઉપાશ્રયમાં તો ભગવાન હોય નહીં માટે સહુથી મોટા ગુરુ મહારાજને પ્રદક્ષિણા દેવાની વાત જીવાભિગમ વિગેરે આગમોમાં છે. ગુરુ મ.ના દોષ જોવાય નહીં ગુરુના તો ગુણ જ જોવાય મેં (પૂ. અભયસાગરજી મ.) મારા જીવનમાં ગુરુ મ.એ કાળ કર્યો ત્યારથી આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે, મેં મારા ગુરુ મ.ને યાદ ન કર્યા હોય. દિવસમાં કેટલી વાર મારા ગુરુ મ. યાદ આવે. ગુરુ મ.ના સ્મરણના પ્રતિક રુપે, બધાને ગુરુ મ. યાદ આવે એ માટે મારા ગુરુ મ.ના પ્રતિક તરીકે સ્થાપનાચાર્યને પહેલાં વંદન કરવું એ રીતે ગુરુ મ.ને યાદ કરવાના. ગુરુ ન હોય તો આપણે ક્યાં રખડતા હોઇએ ? ગુરુ મ.નો અહોભાવ વ્યક્ત કરવા દિવસમાં એકવાર, મહીનામાં એકવાર અથવા વર્ષમાં એકવાર ગુરુ મ.ને પ્રદક્ષિણા પૂર્વક વંદન કરવું. આવી રીતે વંદન કરીએ, તો કર્મબંધન તૂટે. નિર્જરા થાય. વાચના-૨૬ Jain Education International For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226