________________
છે, તપસ્વી છે. રાજા પણ બહુમાન આપે છે. પ્રજાના દિલમાં ધર્મભાવના જામ માટે આપ બીરાજમાન થાઓ. ગુરુ મ. વિચારે છે કે મારે એના ઉપર શી રીતે બેસાય ? તરત રાજાને કહ્યું “મારાથી એના ઉપર ન બેસાય. એના ઉપર બેસવાની લાયકાત મારામાં નથી, એના ઉપર બેસવાનો અધિકાર આચાર્ય મ. નો છે.”
આમરાજાએ તરત જ એમના ગુરુ ઇશ્વરસૂરીશ્વરજી મ. ને સંદેશો મોકલ્યો“આપશ્રી અહીયાં પધારો. મારે મારા ઉપકારી ગુરુને આચાર્ય પદવી અપાવવી છે.” આવા સમાચાર સાંભળતાં જ ક્યા ગુરુને આનંદ ન થાય ? બાપ કરતાં બેટો સવાયો હોય તો બાપને ખૂશી જ થાય. પૂ. આ. ઇશ્વરસૂરીશ્વરજી મ. એ કહેવડાવ્યું કે યોગ્ય શિષ્યને યોગ્ય પદવી આપવા મને જરાય વાંધો નથી. અને ત્યાંથી ધીમે ધીમે વિહાર કર્યો. ૬ મહિનામાં વિહાર કરીને અષાઢ મહિને ત્યાં આવ્યા બપ્પભટ્ટસૂરિ મ.ના ગુરુમાં તેમના જેટલું જ્ઞાન ન હતું; છતાં બપ્પભદસૂરિ મ. વિચાર કરે છે કે મારા ગુરુ કેવા ગુણી ? કેવા જ્ઞાની ? કેવા સંયમી ? મારા કરતાં એમનો સંયમ કેટલું નિર્મલ છે ? મારા તારણહાર છે. મને સંસારના દાવાનલથી બહાર કાઢનાર છે. એ પૂજ્ય ગુરુદેવ પધારી રહ્યા છે.” એમ બહુમાન પૂર્વક ઘણા જ ધામધૂમથી નગર પ્રવેશ કરાવ્યો. અને આચાર્યશ્રીએ પણ બપ્પભદસૂરિને સૂરિપદ આપ્યું. સૂરિપદનો વાસક્ષેપ નાખતાં ગુરુ મ. કહે છે “બપ્પભટ્ટ ! હું તારા ખભા ઉપર શાસનનો ભાર સોંપું છું. તારામાં શાસન પ્રત્યે રાગ છે. શાસનની સંભાળ રાખવામાં તું સમર્થ છે. આથી હવે મને આ બધી બાબતોથી નિવૃત કર. જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. પણ...પણ..”બોલતાં ગુરુજી અટકી ગયા. બપ્પભટ્ટસૂરિતો જ્ઞાની અને સમય પારખુ હતા. તરત જ ગુરુ મ. નો આશય સમજી ગયા. અને તરત ઉભા થઈને કહ્યું કે ગુરુદેવ ! અભિગ્રહ આપો “મારે જાવજીવ છ વિગઇનો ત્યાગ. અને ભક્તના ધરની ગોચરી વાપરવી નહીં.” કેવો સમર્પણ ભાવ હતો ગુરુદેવ પ્રત્યે ! પોતે આટલા પ્રભાવક હતા, છતાં ગુરુ પ્રત્યે વિનય કેવો અનેરો હતો ? ઉપકારીના ઉપકારને જો આપણા હૈયામાં જાળવી ન રાખીએ તો...કૃતન છીએ એમ સમજવું.”
ગુરુ એટલે શું? ગુણાનું દર્શન કરાવે, તત્વની સમજણ આપે તે ગુરુ. TO UT ગુરુત્વે મતિ”. ગુણો વડે કરીને ગુરુ થાય છે. લલિત વિસ્તરા”, “પંચસૂત્રમાં ગુરુના ૧૪ગુણ અને શિષ્યના ૧૬ ગુણો બતાવ્યા છે. ગુરુ મ. દીક્ષા અને શિક્ષા બંને આપે. ઉપાધ્યાય યશોવિજયજી મ. એ જ્ઞાનસારમાં જણાવ્યું છે કે દીક્ષા અને શિક્ષામાં તફાવત
વાચના-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org