________________
પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરીએ પણ સૂત્રો બોલતાં મન ચોંટતું નથી. સંહીતા પણ યાદ નથી તો એ ખમાસમણ દેવાથી આપણા મોહનીય કર્મ તૂટે શી રીતે ? એક બાલમુનિ ગુરુ મ. ની સાથે વિહાર કરતાં રાધનપુર ગયા. ત્યાં આચાર્ય ભગવંત ભક્તિસૂરીશ્વરજી મ. બિરાજમાન હતા, તેમને વંદન કરવા ઝડપથી બોલ્યો “ઇચ્છામિ ખમાસમણો” ત્યારે એમણે પૂછ્યું ભાઇ ! “ઇચ્છામિડ' સૂત્રમાં અક્ષર કેટલા છે ? બાલમુનિએ કોઇ દિવસ ગણ્યા ન હતા હવે શું જવાબ આપે ? એમને બધું સમજાવ્યું. ખમાસમણ કેવી રીતે દેવાય ? ગુરુ મ. એ શિખવાડેલ બધું યાદ આવ્યું બાલપણામાં માત્ર સાંભળી ગોખી રાખેલ પણ ઉપયોગ નહીં. આચાર્ય મ.સા. એ તેને સમજાવ્યું. બાલમુનિએ તે જ વખતે કાન પકડ્યા.
“ઇચ્છામિ ખમાસમણો વંદિઉં' બોલીને વિનય પૂર્વક હાથ જોડી ઉભા રહેવું ગુરુ કહે “છંદેણ” પછી આગળ બોલે “જાવણિજજાએ નિસિરિઆએ' એ પદ કમર ઝૂકાવી બોલે...પછી ૧૭ સંડાસા પૂર્વક પ્રાર્થના કરી નીચે બેસી જમીન પર મસ્તક અટકાવતાં “મયૂએણ વંદામિ' બોલે. આપણા કર્મોના બંધનોની નિર્જરા થાય શી રીતે ? તે માટે શબ્દ બોલવાની પદ્ધતિ હોવી જોઇએ. શબ્દનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઇએ. ક્રિયાની શુદ્ધિ જોઇએ. ભલે, આજની પરંપરામાંથી આ બધું ભુલાઇ ગયું છે. “ગુરુ મહારાજ અથવા તીર્થકર ભગવંતને વંદન કરતાં પહેલાં ત્રણ પ્રદક્ષિણા દેવી”. એ વાત જાણ્યા પછી તીર્થંકર ને પ્રદક્ષિણા દઇએ પણ ગુરુને કદી પ્રદક્ષિણા દીધી તે સાંભળે છે ? ના, કેમકે પોતે જ ગુરુ છે. તો ગુરુને ગુરુ માને જ કેવી રીતે ? બપ્પભટ્ટસૂરિ મ. ને એમના ગુર મ. પ્રત્યે વિનય-બહુમાન કેટલું?
- બપ્પભટ્ટ સૂરિએ ૧૯ વર્ષની ઉંમરે ગ્વાલિયરના આમરાજાને પ્રતિબોધ કર્યા. અને ૧ર વ્રતધારી શ્રાવક બનાવ્યા. ૧૯ ઇંચ ભગવંતની પ્રતિમા બનાવી ૧૦૮ હાથ ઉંચા દેરાસરમાં આમરાજાએ પધરાવી. તે રાજા પણ આચાર્ય મ. નો એટલો બધો રાગી થયો કે એક દિવસે એને રાજસભામાં એક સુવર્ણનું સિંહાસન પોતાના સિંહાસન કરતાં ઉચુ બનાવીને રાખ્યું. જ્યારે આચાર્ય મ. સભામાં પધાર્યા ત્યારે રાજાએ તેમનું સ્વાગત કર્યું અને વિનંતિ કરી કે સાહેબ આ સિંહાસન ઉપર બિરાજો. ગુરુ મ. વિચાર કરવા લાગ્યા કે આ રાજાએ આજ સુધી આવો આગ્રહ ન કર્યો અને આજે આગ્રહ કરે છે. શું વિશેષ વાત છે ! પણ રાજાનો આગ્રહ એમનો એમ રહ્યો...અને કહ્યું...ગુરુદેવ ! આપ આ સિંહાસન ઉપર બિરાજો. જેથી મારી પ્રજા દેખે કે મારા ગુરુ કેટલા ત્યાગી છે. સંયમી
વાચના-૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org