________________
0
આ બંનેને જાળવવા માટે સાધુએ તત્પર બનવું, સાથે-સાથે સાધુ જીવનમાં મોહનીયનો ઘટાડો કેટલો થયો ? એનું માપ કાઢતાં રહેવું જોઇએ. તે માપ
(૧) વૈયાવચ્ચ ભક્તિમાંથી નીકળે તથા (૨) આપણી પ્રવૃત્તિ સામાચારી-આજ્ઞા પ્રમાણે છે કે નહી ? તે વિચારવું
કામ પછી છુટકારાનો દમ મેળવનાર સાધુ મોહનીયનો ક્ષયોપશમ કરી શકે નહીં. કામ જલ્દી જલ્દી કરી લેવાની વૃત્તિથી બે હાથમાં પાણીના બે ઘડા લાવવાથી દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, વિર્યાન્તરાય અને અશાતાવેદનીય કર્મ બંધાય છે.
ગોચરી કે પાણી જતાં સાધુનો એક હાથ ખાલી હોય. જેથી બોલતાં મુહપત્તિનો ઉપયોગ તથા પ્રમાર્જના વિગેરે જળવાય. બંને હાથમાં ઘડા-તરપણી રાખવાથી સામાચારી ભંગ થાય. • આ સામાચારી ભંગથી=આજ્ઞાની અવજ્ઞાથી ‘દર્શનમોહનીય” કર્મ બંધાય.
ભગવાનના વચનનો ભંગ કર્યો માટે “ચારિત્ર મોહનીય કર્મ બંધાય. બંને હાથમાં ઘડા કે તરાણી હોવાથી જયણા ન પળાય. તેથી “અશાતાવેદનીય'
બંધાય. અને • છતી શક્તિએ આજ્ઞા પાલન ન કરવાથી વીર્યાન્તરાય કર્મ બંધાય.
ભવાંતરમાં ચારેય વસ્તુ દુર્લભ થાય.
પાણીએ ગોચરીનું અંગ છે. પાણી ભરવું, લાવવું એ આશ્રવનું કામ છે. જ્યારે પાણીની ગવેષણા કરવી, વહોરીને લાવવું તે નિર્જરાનું કામ છે. દાંડો કામળી વિના પાણી વહોરવા વાય જ નહીં. વિહારમાં ઘડો માથે લેવાથી અસામાચારીનું પાલન થાય છે. સામાચારીનો ભંગ છે, ગિણિજોગ છે; આથી મોહનીય બંધાય.
ઓધો શરીરથી દૂર રાખવાથી પ્રાયશ્ચિત્ત વધુ આવે. તેમાં સાધુ કરતાં ઉપાધ્યાય, આચાર્ય, ગચ્છાધિપતિ વિગેરેને વધુ પ્રાયશ્ચિત્ત આવે. પડિલહેણ કે અન્ય ક્રિયા કરતી વખતે ઓઘો કે મુહપત્તિ શરીરથી દૂર રાખવાથી ઇરિયાવહિયા જાય છે. ભગવાનના શાસનના પહેરેગીર આપણે છીએ. આરાધનાના પાયામાં કૃતજ્ઞતાનો ભાવ ખાસ જરૂરી છે. સાધુઓ સમાજને સન્માર્ગ-દર્શન, સુઝ, સાચી સમજણ આપે છે. સમાજનું ખાઇને સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે દ્વારા સમાજને ન આપીએ તો આપણી શી દશા થાય ?
વાચના-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org