________________
ફરિયા મુનિનુસો..||૧૦||
અનંત ઉપકારી પરમાત્મા જણાવે છે કે માનવજીવન-સાધુપણું પ્રાપ્ત કર્યા પછી આત્મકલ્યાણના માર્ગે આગળ વધે તો જીવન સફળ બને. આથી જ-સાધુજીવન પ્રાપ્ત કર્યા પછી પાલનના અધિકાર અંગે અનેક શાસ્ત્રોમાં સામાચારી વગેરે બતાવેલ છે. તે સામાચારીનું સંક્ષેપ વર્ણન ‘યતિદિનચર્યા' ગ્રંથમાં બતાવેલ છે.
વાચના ૬
પ્રાતઃરાઇ પ્રતિક્રમણથી માંડીને દેવસિ પ્રતિક્રમણ સુધી જે કાંઇ પ્રવૃત્તિ સાધુજીવન સામાચારીની વિરુદ્ધ કરી હોય તે પાપની આલોચના તથા પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ આવશ્યક છે. ઇચ્છા. સંદિ. ભગ. રાઇ (દેવસી) પ્રતિક્રમણ ઠાઉં ! ત્યાંથી પ્રતિક્રમણ શરૂ થાય છે. પ્રતિક્રમણ ભેગું ન ઠાવે તો એ જુદી માંડલી કહેવાય. કદાચ કોઇને માઝું વિગેરે જવું હોય, તો પ્રતિક્રમણ ઠાઈને ગુરુની આજ્ઞા લઇને જાય. આમ તો ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ ઠાયા પછી ૬ આવશ્યક પહેલાં માત્રુ ક૨વા ન જવાય. જતાંઆવતાં કોઈને આડ ન પડે તેનું ધ્યાન રાખવું.
આડ કોને કહેવાય ?
દ્રષ્ટિની ધારામાં જે અંતરાય પડે તેનું નામ આડ. મન મરજી થી જો મર્યાદા ન સાચવે, તો તેના આત્મનો વિકાસ રૂંધાઇ જાય. સામાન્ય રીતે પાપોની આલોચના માટે પ્રતિક્રમણ કરવું એટલું જ નથી, પ્રતિક્રમણનો મુખ્ય હેતુ શું ? રાઇથી દેવસી તથા દેવસીથી રાઇ સુધી જે કાંઈ પ્રવૃત્તિ કરી હોય, તેની આલોચના તો કરવાની છે, સાથેસાથે સાધુજીવનમાં સામાચારી ભંગ, ગિહિજોગ, અજયણા તે દોષો મોટા છે; તેની પણ આલોચના કરવાની છે. ‘દશવૈકાલિક’ના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે કોઇપણ
વાચના-૨૬
Jain Education International
For Private & Personal Use Only
૧૮૦
www.jainelibrary.org