________________
યત્ Hજ્ઞા વિરુદ્ધ તત્ સાવ’’ ‘મહાનિશીથ'.
ચામર, દર્પણમાં ક્યાં હિંસા છે ? જીવ મરે કે ન મરે પણ જે આજ્ઞા વિરુદ્ધ છે, તે સાવદ્ય જ કહેવાય. આજ્ઞા એ જ ધર્મ છે. ૬-૭ ગુણઠાણાવાળાએ પમા ગુણઠાણા ના કર્તવ્ય ન કરાય, અને પમા ગુણઠાણાવાળાએ ૭મા ગુણઠાણાના કર્તવ્ય ન કરાય. ગોચરીનું કાર્ય સાધુનું છે, પણ શ્રાવક ગોચરી જાય તે બરાબર નથી. ગોચરીયા પૌષધ આજ્ઞા વિરુદ્ધ છે. પ્રતિમા વિધાન સિવાય ગોચરી પૌષધ જો ગૃહસ્થો કરે તો તે શાસ્ત્રની અવહેલના છે.
साधूनाम् भूषणम् गृहस्थानाम् दूषणम् गृहस्थानाम् भूषणम् साधुनाम् दूषणम्
સાધુ ટાપટીપ કરે, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે, અપટુડેટ રહે, એ સાધુ માટે દૂષણ છે, અને ગૃહસ્થ માટે ભૂષણ છે. સાધુની જેમ જો ગૃહસ્થ ગોચરી વગેરે જાયતો એ ગૃહસ્થ માટે દૂષણ છે, અને સાધુ માટે ભૂષણ છે. જેને જે ઉચિત હોય તે જ કરવાનું. અન્યથા દ્રવ્યશ્રવણ એ પ્રાણ વિનાનું ખોળિયું છે. પરીક્ષા હૉલમાં ૧૦૦/૧૫૦ વિદ્યાર્થી પેપર લખતા હોય અને સુપરવાઇઝર આવે, તો એ દેખે કે કોણ શું કરે છે. કોણ કાપલીથી લખે છે ? ચોરી કરે છે ? બધુ જુએ પણ પોતે પેપરના જવાબ લખવા ન બેસે. જેની ભૂલ હોય તેને ઠપકો આપે, તેમ સુપરવાઇજરની જેમ દ્રવ્યસ્તવની ક્રિયા અંદર આપણી (સાધુની) હાજરી હોય. કારણ કે ગૃહસ્થ કાંઈ ભૂલી જાય, મનસ્વી | સ્વચ્છંદ રીતે કરતો હોય તો એને કહે કે : “મહાનુભાવ ! આ વિધાન આવી રીતે ન કરવું જોઈએ. આ રીતે કરવું જોઈએ.” પણ એને આદેશપૂર્વક ન કહેવાય. આજ્ઞાપાલનનો ભાવ હૈયામાં હોય તો શાસન વસ્યું છે તેમ કહેવાય.
ભગવતીજીના રસમાં શતકમાં ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે કે “ભગવન્! આ ઇન્દ્ર મહારાજ આપણી સાથે વાત કરે છે, તે સાવદ્ય છે કે નિરવદ્ય !” ભગવંત કહે છે: “હે ગોતમ ! જો ઇન્દ્રમહારાજા મુખ આગળ ઉત્તરાસન રાખીને બોલે, મારી સાથે વાત કરે, તો નિરવઘ. અન્યથા સાવદ્ય.'' માનનું મર્દન કરવા પ્રભુના ચરણોમાં નમસ્કાર કરી ગૌતમસ્વામી પૂછે છે ત્યારે પ્રભુનો આ જવાબ છે. જ્યારે આજે મુહપત્તિનો ઉપયોગ ખૂબ જ ગૌણ થયો છે. મુહપત્તિ કેડપત્તિ બની ગઈ છે. અને કેટલાક તો ફેશનથી રૂમાલની જેમ હાથમાં રાખે છે. બોલતાં તેનો ઉપયોગ ન કરે. તીર્થકરના શાસનમાં મુહપત્તિ વિના બોલાય જ નહીં. ગવૈયાઓ પૂજા ભણાવે, તેને
5
0
વાયના-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org