________________
આચાર્ય છે. તે પ્રભાવના કરે.
પ્રભાવના એટલે ? > + મેં + ૩ + 3ન
ભૂ ધાતુ સત્તાર્થ છે. એનું પ્રેરક થતાં ભાવ બને. સત્તાની ઓળખાણ થવી એનું નામભાવના પ્રભાવના. પ્ર=પ્રકર્ષણ...અવિચ્છિન્ન પ્રભાવશાળી જિનઆજ્ઞાને હૃદયમાં સ્થાપન કરે અને બીજા લોકોને પણ તે આજ્ઞામાં સ્થિર કરે, તેના પ્રત્યે બહુમાન પેદા કરાવે...તે પ્રભાવના. શાસન=ભગવાનની આજ્ઞા.
પરમાત્માની આજ્ઞા કઈ ? ઉપદેશ રહસ્યમાં (અંતમાં) ૧૮ ગાથામાં સમસ્ત જિનશાસનનો નિચોડ છે. તેમાં જણાવ્યું છે કે-વેદના ? MÉ રીતોષી વિનિંતિ.. “જેમ-જેમ રાગ-દ્વેષ મંદ થતા જાય તેમ-તેમ પ્રવૃત્તિ કરવી.” આ આજ્ઞા છે. તે આજ્ઞા જેટલી વધુ ને વધુ લોકોના હૈયામાં ઉત્પન્ન થાય તેટલી શાસન પ્રભાવના. વધુ બેન્ડવાજાથી શાસન પ્રભાવના પણ વધુ એવું નથી.
પ્રભાવના બે પ્રકારે છે : (૧) દ્રવ્યપ્રભાવના અને (૨) ભાવપ્રભાવના.
દ્રવ્યપ્રભાવના = હાથી-ઘોડા બેન્ડવાજા. શ્રાવક-શ્રાવિકાનો સમૂહ. એ દ્રવ્ય પ્રભાવના છે. પણ ભાવશૂન્ય દ્રવ્ય નકામું છે. ભાવ વિના નામ, સ્થાપના, દ્રવ્યની જરા ય કિંમત નથી. ફૂટેલો ઘડો નામ, સ્થાપના, દ્રવ્યયુક્ત છે. પણ જલ ભરવા માટે નકામો છે. માટે ભાવશૂન્ય છે. પ્રભાવનાના નામે એકલા વ્યવહારને પકડીને જો ચાલીયે તો નિશ્ચય ખોવાઇ જાય, નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં રાખવાની અને વ્યવહારથી કામ કરવાનું. શાસનની પ્રભાવના કરવાની પણ, ક્યા શાસનની ? મોહના શાસનની ? જેમ કોઈની નિશ્રામાં રથયાત્રા વગેરે સારી રીતે થાય અને એ કહે કે તેમાં આટલા માણસ હતા. આવી રથયાત્રા ક્યારે ય નથી નીકળી “એવા વચનથી અહંનું પોષણ થાય અને અહંના પોષણથી મોહનીય કર્મ બંધાય. આ મોહના શાસનની પ્રભાવના થઈ.” પરંતુ જિનેશ્વર પરમાત્માની તથા જિનાજ્ઞાની ઓળખાણ જગતના જીવોને કરાવે તે જ સાચા પ્રભાવક છે. જગતને પરમાત્માનો પરિચય થાય, ઓળખાણ થાય, શાસનપ્રભાવના થાય, તે માટે રથયાત્રા કાઢવાની છે.
વાચના-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org