________________
જ્યાં સ્વચ્છંદવાદ ત્યાં મોહનીય પગભર.
માગું કરવા જતાં પણ ગુરુ મહારાજની આજ્ઞા લેવી જરૂરી છે. જેથી ઘણી શરતચુકથી બચી શકાય છે. જૈન શાસનનો આ લોકોત્તર વિનય છે. આપણા કરતાં ગુરૂ મહારાજનો મોહનીયનો ક્ષયોપશમ વધુ છે. કેમ અને કેવી રીતે ? શું કરવાથી મોહનીય તૂટે ? એ ગુરુ દ્વારા જ જણાય. દંડાસન, કામળી, કૂંડીનું પ્રમાર્જન વગેરે વિધિપૂર્વક કરવા ગુરુ મહારાજ કહે. આથી વિધિ સચવાય. ગુરુ મહારાજ સમયે-સમયે આપણને વિધિમાં જોડી રાખે. વિધિનું પાલન એ મોહનીયના ક્ષયોપશમનું પ્રધાન કારણ છે. આથી જ ગુરુ મહારાજની નિશ્રામાં રહેવાનું છે.
નિશ્રા એટલે ? નિઃનિશ્ચય કરીને શ્ર=મેળવવું (આશ્રય મેળવવો) જેમની આજ્ઞાથી નિશ્વ મોક્ષ પ્રભાવ, મેળવાય તે નિશ્રા.
નગમનયથી, ક્રિયા શરૂ થાય ત્યારથી મોક્ષ છે. આશ્રવ રખડાવનાર છે. સંવર મોક્ષ આપનાર છે. એ લક્ષ્ય દરેક ક્રિયામાં હોય છે. અન્યથા ક્રિયા-ક્રિયામાં ઘણો ફેર છે. એમ ઉપદેશ પદમાં છે.
નિર્મળતાનું લક્ષ્ય ક્રિયાથી પ્રાપ્ત થાય. ક્રિયા એટલે ? ‘ક્રિયા’ શબ્દમાં 5 ધાતુ છે. 5 ધાતુ કરવાના અર્થમાં છે. વૃકકરવું, સર્જન કરવું, નવું ઉત્પન્ન કરવું.
ક્રિયાથી જો નિર્મળતાનું સર્જન ન થાય તો ક્રિયા માત્ર ચેષ્ટારૂપ જ છે. ક્રિયામાં ઉપયોગ ભળે તો તે ભાવક્રિયા બને. અને નિર્મળતાનું સર્જન કરે.
યોગથી પુણ્યબંધ થાય. ઉપયોગથી જ નિર્જરા થાય.
સાબુથી વસ્ત્ર સારુ ન થાય એવું ત્રણકાળમાં ન જ બને, તેમ ભાવસાબુથી આત્મા નિર્મળ ન થાય તેવું ન જ બને.
ગુરુને પૂછવાનો ભાવ તે લોકોત્તર વિનય. એથી પરમગુરુની ઓળખાણ થાય. ૧ તોલો સોનું અને હજાર તોલા સોનું-એમાં બંને વસ્તુ સરખી છે. ભલે
વાચના-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org