________________
શ્રુતજ્ઞાની-કેવલીની જેમ જ પ્રરૂપણા કરી શકે. પરંતુ આવા આત્માઓ પ્રમાદ કરે, નિદ્રા વગેરેને આધીન થાય, તો આ અનંત સંસારમાં ક્યાંય ફેંકાઈ જાય. પૂજાની ઢાળમાં છે કે “ભાનુદત્ત પૂરવધર પડિયા. દીપકની જ્યોત જોતાં નવી જડિયા' આમ શ્રુતજ્ઞાનમાં મોહનીયનો ઉદય ભળે, તો એ દુર્ગતિમાં ફેંકી દે. શ્રુતજ્ઞાનને ટકાવવા મોહનીયનો ક્ષયોપશમ જોઇએ. તે માટે દ્રવ્યજાગૃતિ અને ભાવ જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. તે પ્રયત્ન જિનાજ્ઞા મુજબના સ્વાધ્યાયથી થાય. આ સ્વાધ્યાય કેવી રીતે થાય ? અવિધિથી સ્વાધ્યાય કરવાથી કેવું નુકશાન થાય ? વગેરે અધિકાર આગળ વિચારીશું.
વાચના-૧૮
૬ ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org