________________
કાર્ય કરવા ઊંઘમાં તત્પર બની ગયા. મોહનીય કર્મ પ્રબળ હોય તો ગાઢ નિદ્રામાં પણ પોતાના સંસ્કારો સક્રિય બની જાય છે. મન અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ ન હોય, આંખો બંધ હોય તો પણ થિથિાદ્વી નિદ્રાના ઉદયે જીવ ધાર્યા સ્થળે પહોંચી જાય. આત્માની શક્તિ કેટલી પ્રબળ છે. અહીં કર્મથી પરાધીન થયેલી શક્તિ છે. મનના સંસ્કારોની દોરવણી પ્રમાણે થીણધ્ધી નિદ્રાના ઉદયમાં તે સાધુ રાત્રે ઉપાશ્રયથી નીકળી, જ્યાં હાથી બાંધ્યો હતો, ત્યાં પહોંચી જાય છે. વાસુદેવના અડધાબળ જેટલા બળથી નિદ્રામાં જ તે હાથીનો વધ કરી મારી નાખ્યો. એ હાથીનાં દંતશૂળ ખેંચી કાઢે છે. તે બે દાંત લઈને ઉપાશ્રયે આવી સ્વસ્થાને સૂઈ ગયા. ચોથા પ્રહ૨માં બધા સાધુ ભગવંત જાગૃત થયા થિણદ્ધી નિદ્રાવાળા સાધુ જલદી જાગૃત થતા નથી.
સાધુતો આદર્શરૂપ હોય, કોઈને ઉતારી પાડવાની વૃત્તિ સાધુને ન હોય. કોઈના કાજી ન બને; છતાં તેઓ કોઈની ભૂલને ગુરુ મ. પાસે નિવેદન કરે. “હજુ આ સાધુ ઊંચા નથી.'' તે સાધુઓએ ગુરુ મ.ને નિવેદન કર્યું કે “પેલા સાધુ મહારાજ અત્યાર સુધી નિદ્રામાં જ છે અને તેમની પાસે બે સફેદ સફેદ કંઇક દેખાય છે.'' આચાર્ય મ.સા.એ ગીતાર્થ સાધુને તપાસ કરવા કહ્યું. ગીતાર્થ સાધુએ ત્યાં જઈ તપાસ કરી જણાવ્યું...‘ગુરુદેવ, નિદ્રામાં જ તેણે હાથીનો વધ કર્યો છે, અને હાથીના બે દંતશૂલ તેની પાસે પડ્યા છે.’’ આચાર્ય ભગવંત સમજી ગયા કે-થિણદ્વી નિદ્રાનો ઉદય છે. કોઈએ તેને જગાડ્યો નહીં...આચાર્ય મ.સા.એ ગીતાર્થ દ્વારા તેનો ઓઘા-મુહપત્તી મંગાવી લીધા...છેક ત્રીજા દિવસના છેડે તેની નિદ્રા પુરી થઇ ત્યારે; સાધુ જાગે છે. પોતાનો ઓઘો મુહપત્તી પાસે ન જોયા. આચાર્ય મ.સા. એ તે સાધુને બોલાવી બધી વાત કરી. તેને ધીરે ધીરે યાદ આવી. આચાર્યમ.સા. એ સમજાવીને કહ્યું ‘‘ભાઇ ! આજે તો હાથીની હત્યા કરી, કાલે કોઈ સાધુની સાથે ખટપટ થાય અને એની હત્યા કરે, તો શાસનની ઘોર હેલના થાય. નિંદાનો વિષય બને.'' એમ વિવિધ રીતે સમજાવીને શ્રાવકો દ્વારા કપડાં પહેરાવ્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે આ થિણદ્વી નિદ્રાવાળો સંયમને માટે અપાત્ર છે. આરાધના માટે યોગ્ય નથી. ખબર ન હોવાથી દીક્ષા આપી. પરંતુ ખબર પડ્યા પછી રખાય નહીં.
જીવનમાં નિદ્રાનો પ્રમાદ આત્માનું ભાન ભુલાવી દે છે. મોહનીય કર્મ હટી જાયતો નિદ્રાનો પ્રમાદ પણ ખસી જાય. દર્શનાવરણીયના ઉદયમાં મોહનીય કર્મ ભળેલું છે તેને ખસેડવાની જરૂર છે. સ્વાધ્યાય, પ્રતિક્રમણ વગેરેમાં નિદ્રા આવે છે પણ; ખાતાં
વાયના ૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૫૮
www.jainelibrary.org