________________
પણ જગતના સર્વજીવોના કલ્યાણ માટે છે. આપણો સંયમનો ઉપયોગ ઓછો છે, માટે શ્રાવકની પરવશતા સેવીએ છીએ. ગામે ગામ શાસનનો સંદેશો પહોંચાડવો જોઇએ. ગામમાં ઘર હોય કે ન હોય તો પણ ગામની સ્પર્શના તો કરવી. આપણે દીક્ષા શ્રાવકો માટે જ નથી લીધી સર્વ જીવોના કલ્યાણ માટે લીધી છે. માટે દરેક ગામેગામ જઈ જૈન જૈનેતરને ભગવાનનો સંદેશો પહોંચાડવાનો છે. ગૃહસ્થના રોટલા ખાઈએ તો જગતને કાંઈક તો સંદેશો આપવો જોઈએ કે નહીં ? તેમને પ્રતિબોધ કરવાના છે કે..‘‘પુણ્યવાન્ ! દેવતાને દુર્લભ એવો માનવભવ મળ્યો છે માટે ધર્મઆરાધના કરો, ભગવાનના-દર્શનપૂજા કરો. ૨૪ કલાકના આરંભ-સમારંભમાંથી ૧ કલાકનો સમય કાઢી સામાયિક કરો’’ આ ભગવાનનો સંદેશો એમના કાનમાં કહેવાનો છે. ૨૫-૩૦ ઠાણા ગામડામાં આવે તો લોકો કેટલા કંટાળી જાય ? ઓઘ નિર્યુક્તિની વિધિ પ્રમાણે ૨ સાધુ ૩ સાધ્વી વિચરે, તો ગામડાના લોકો કંટાળે નહીં. તેઓને સમય પણ મળે, આથી ધર્મ પામી શકે. આજે વિહારની મર્યાદા તૂટી છે. શહેરથી શહેરના વિહાર થવા માંડચા. ગામડા વચ્ચે આવે તો પણ અંદ૨ જવાની ફુરસદ નથી. આમાં જૈન-જૈનેતર બધા ધર્મથી સીદાઇ રહ્યા છે. ઓઘ નિર્યુક્તિમાં છે કે વિહાર કરતાં રસ્તામાં ગામ આવે, તો ગામના કાંઠે પનિહારી પાણી ભરતી હોય તો તે પનિહારીને ભદ્રે ! અમારો વર્ગ અહીં છે ?’’ (અસ્માનં વર્ષ સત્ર ગસ્તિ !) એમ પૂછે. ત્યારે પનિહારી એમ પૂછે કે “વર્ગ એટલે શું ?'' ત્યારે સાધુ કહે કે “દેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરે પાંચમાંથી કંઈ છે ?'' એમ પૂછે. જો હોય તો દેરાસર કે સાધુનાં દર્શન-વંદના શાતાપૃચ્છાદિ માટે જાય.
પનિહારી બહેન કહેકે “સાધુ મ. પણ છે તેમાં એક મહારાજની તબિયત સારી નથી.’’ ત્યારે સાધુ મ. કહે : “શું સાધુ મ.ની તબિયત સારી નથી ?'' ઝટપટ જઇ તેમની સેવા કરે, તે જોઇ તે બહેન-પનિહારી તથા અન્ય જીવોના દિલમાં સાધુ પ્રત્યે કેટલું બહુમાન જાગૃત થાય ?
દેરાસર કે સાધુ ન હોય અને શ્રાવકનું ઘર હોય તો શ્રાવક વગેરે ને ધર્મમાર્ગે જોડવાના આશયે ગામમાં જાય. તેમાં ય ગ્લાન શ્રાવકના સમાચાર મળે તો ગ્લાન શ્રાવક પાસે તેના ઘરે જાય, અને ધર્મલાભ કહી ધર્મ સંભળાવે. રોગ-આપત્તિ અને આર્થિક સમસ્યાઓને કારણે આર્તધ્યાનમાં ફસાયેલા શ્રાવકને ઉપદેશ આપી આર્તધ્યાનથી મુક્ત કરી ધર્મધ્યાનમાં જોડવા તે સાધુનું કર્તવ્ય છે, જવાબદારી છે. પરંતુ આપણને તો આજે
વાચના-૨૪
Jain Education International
For Private & Personal Use Only
૧૬૮
www.jainelibrary.org