________________
સવારે ભરખેસરની સક્ઝાયમાં આધ્યાત્મિક ફિલ્મ દેખાય. એ મહાપુરુષોના ગુણોની હારમાળા દેખાય. અને વારંવાર સ્મરણ કરવાથી ગુણાનુરાગ દષ્ટિ કેળવાય. પછી નાનામાં નાની વ્યક્તિ ના ગુણો પણ જોઈ શકાય. ખરાબમાં ખરાબ વ્યક્તિના પણ ગુણો શોધીને અનુમોદના કરવાની છે, પણ દોષ જોવાના નથી. પરદોષ જોવાની વૃત્તિ આત્માના વિકાસ ને રૂંધે છે, પાડે છે, માટે ગુણદષ્ટિ કેળવવાની છે. દોષદષ્ટિ છોડવાની છે. કેમકે અન્યના દોષો જોવા, કહેવા કે સાંભળવા માટે બહેરા, મૂંગા, અંધ થયા વિના કદી કલ્યાણ જ નથી. માટે સવારના પહોરમાં આપણે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. જગતની અંદર બીજાની નિંદા જેવી નહીં, સાંભળવી નહીં કે કરવી પણ નહીં. ‘દશવૈકાલિક'માં કહ્યું છે કે “ચોરને ચોર ન કહેવાય, પાપી ને પાપી ન કહેવાય, પરદારા લંપટને પરદારા લંપટ ન કહેવાય, અંધને અંધ ન કહેવાય. અંધને પ્રેમથી સુરદાસ કહે, તો કેટલું સારું લાગે ? કોઈના તરફ કાદવ ફેંકવાથી એને લાગે ત્યારે લાગે, પણ આપણા હાથ પ્રથમ બગડે. અને તે દરમિયાન તે વ્યક્તિ ત્યાંથી ખસી જાય તો તેનું તો કાંઈ જ નથી બગડવાનું, પણ પોતાના તો હાથ બગડ્યા જ, તેમ કોઈ ની નિંદા કદી ન કરવી. કોઇના દોષ સ્વપ્નમાં પણ નથી જોવાના, દોષ જોવા હોય તો પોતાના દોષ જોવા. ગુણ તો અંશમાત્ર છે દોષોની સીમા નથી. અન્ય દર્શનમાં કહ્યું છે કે :
“બુરા બુરા સબ કહે, બુરા ન દીસે કોઇ, જબ બુરા દેખણ ચલે, મુજ સમ બુરા ન કોઇ,
જ્ઞાનની પરિણતિ ક્યાં થઈ છે તે આ યુધિષ્ઠિરના દૃષ્ટાંતથી ખબર પડે. યુધિષ્ઠિરને દુર્જનનું અને દુર્યોધને સજ્જનનું લિસ્ટ બનાવવા નગરમાં મોકલે છે. નવ નવ કલાક સુધી યુધિષ્ઠિર અને દુર્યોધન આખા નગરમાં ફરે છે, પરંતુ બંને જણ સાંજે કોરો જ કાગળ લઈને આવ્યા. દુર્યોધનને કોઇ સજ્જન ન દેખાયો, બધા જ દુર્જન દેખાયા. જ્યારે યુધિષ્ઠિરને કોઇ જ દુર્જન ન લાગ્યો, બધા જ સજ્જન લાગ્યા.
દૃષ્ટિની નિર્મળતા તે જ જ્ઞાનનું ફળ છે. સ્વદોષદર્શન કરે, પરગુણની અનુમોદના કરે તે જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યાં સુધી સ્વગુણદર્શન અને પરદોષદર્શન છે, ત્યાં સુધી મિથ્યાત્વનાં પડલ ખસતાં નથી. ભલે આપણે સાધુવેષ પહેરી લોકોના ગોચરી, પાણી, વંદન સ્વીકારીએ, પણ માથે દેવું થાય છે. ભલે; આપણાથી તપસ્યા ન થાય તો ન કરવી, પણ આ નિયમ તો જીવનમાં લઇ લેવો કે બીજાના દોષ ન જોવા, ન સાંભળવા
' '
વાચના-૨૪
, ૬ ૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org