________________
માટે ડહાપણ કરે છે. પ્રતિક્રમણ ઊભાં-ઊભાં યથાયોગ્ય મુદ્રાઓ-આસનોમાં કરવાનું વિધાન-આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞામાં જ ધર્મ છે. આજ્ઞામાં તર્ક જ ન હોય, બુદ્ધિ ના હોય તેનું નામ સમર્પણ. ભગવાનની આજ્ઞાને તુંહીં, તુંહી...' કરીને સ્વીકારવાનો ભાવ, એનું નામ શરણાગતિ છે. આજ્ઞા પ્રમાણો પૂંજવા પ્રમાર્જવા છતાં કદાચ કોઇ જીવ મરી જાય, તો એટલું પ્રાયશ્ચિત્ત ન આવે. અને જીવ ન મરે છતાં પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ ન હોય, તો તેથી વધુ પ્રાયશ્ચિત્ત આવે. અહીં આજ્ઞા-મર્યાદાનો અનાદર છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનથી જે વસ્તુ-સામાચારી સ્થિર કરી હોય, તેને મર્યાદાપૂર્વક કરવાથી મોહનીય કર્મ ઢીલું પડે છે. ક્રિયામાં જયણા હોય, પણ ક્રિયા તો બંધ જ ન કરાય ! વિકૃત પણ ન જ કરાય. ભલે આપણા બુદ્ધિકોણથી તર્ક કરીએ. આપણી બુદ્ધિથી પદાર્થો-વિધિને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં જે ક્રિયાથી કર્મક્ષય છે, એમાં એક દિવશ પણ ઢીલાશ ન જ કરાય. સહેજ ફાટેલા કપડામાં હાથ ભરાય, પછી એ આખું કપડું ફાટી જાય ! તેમ આત્મામાં જરાક પ્રમાદની શરૂઆત થાય અને દૂર ન કરે, તો એ પ્રમાદ વધતાં-વધતાં દાવાનળ બની જાય. અને આત્માને ભ્રમિત કરી દે. માટે જ્ઞાનીઓ સાવધાન કરે છે કે ક્યાંયથીયે આવીને પ્રમાદ આત્મામાં બેસી ન જાય. શંકા-કુશંકાના માધ્યમે આજ્ઞાને વિચારીએ તો શ્રદ્ધા ન ટકે. પરિણામે પ્રમાદ પ્રવેશે, માટે તર્ક ન કરાય. પ્રમાદના પરિહાર માટે સર્વ ક્રિયા છે. ગુર્વાજ્ઞા મુજબ કાપ-ગોચરી-પાણી, ભક્તિ વગેરે કરવાનું છે દિવસની પ્રવૃત્તિમાં ભિન્ન-ભિન્ન પ્રકાર છે. પણ રાત્રે તો સ્થવિર વગેરે દરેક માટે એકજ આજ્ઞા, સૂર્ય અડધો ડૂબે ત્યારે માંડલા કરવાના અને તરત જ પ્રતિક્રમણ કરવાનું. તે પછી સ્વાધ્યાય માંડલી થાય. સ્વાધ્યાય પછી પોરિસી અને છેલ્લે સંથારો કરવાનો. સ્વાધ્યાય એકલા ન ફાવે તો બે સાધુ સ્વાધ્યાય કરે. જેથી નિદ્રા-પ્રમાદ પણ ન આવે. આજે સામાચારીનું જ્ઞાન ઘટતું જાય છે. સ્વાધ્યાય પછી સમય થતાં પોરિસિ ભણાવે.
બહુપડિપુત્રા પોરિસી' એટલે ?
ગીતાર્થ સાધુ નક્ષત્ર જોઈને આવ્યા છતાં ગુરુ મહારાજને નિવેદન કરે છે. 'વેદ = મોટે ભાગે = લગભગ પોરસી સમય પ્રાપ્ત થઈ ગયો છે.” આથી એ
ઓ = ગુરુ મ. સ્વજ્ઞાનથી અનુમાને નક્કી કરે. પછી બધા સાધુ પોરિસી ભણાવેક્રિયાઓ સમયસર કરવાની છે. પ્રતિક્રમણ મોડું થાય તો અતિચાર લાગે. પણ એમાં ય નિર્વસ પરિણામ થાય તો અનાચાર થાય. આજ્ઞાને શિરોમાન્ય કરવાની વૃત્તિ જોઇએ.
વાચના-૨૫
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org