________________
કે ન બોલવા, તેના માટે આંધળા, બહેરા, બોબડા થઇ જવું. ``પપ્રવૃતી વધિાં ઘમૂળ:’’ પરપ્રવૃત્તિમાં બહેરા અંધ અને મૂંગા બનવાથી જ કલ્યાણ છે. આત્માની આવી ભૂમિકા ગુણાનુરાગથી આવે છે. આ ‘ગુણાનુરાગી’ ગુણની કેળવણી માટે જ ભહેસરની સજ્ઝાય સવારે બોલવાની છે. તેમાં આવતા મહાપુરુષોના જીવન સામે નજર કરી તેમનામાં રહેલા ગુણોની પ્રમોદભાવથી અનુમોદના કરી, તે તે ગુણો આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો. જેમકે ભરત મહારાજાનો વૈરાગ્ય, બાહુબલિનો વિનય, માનત્યાગ, વગેરે એક-એકના ગુણોનું ચિંતન કરી, તે ગુણને જીવનમાં વણી લેવાની જરૂર છે. પાંચમા આરામાં મોહનીયના સંસ્કારની ભૂમિકા=મોહનીયનો ઉદય પ્રબળ બને છે. તેને ડામવા ભરહેસરની સજ્ઝાય છે. જિતકલ્પમાં આ સૂત્રનો સ્વાધ્યાય નિયત થયેલો છે. ભરહેસરની સજ્ઝાય બાદ પ્રતિક્રમણના સમય સુધી સાધુ સ્વૈચ્છિક સ્વાધ્યાય–જેને જે પ્રિય હોય, તે ગ્રંથનો સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય માટે અસમર્થ સાધુ નવકારની માલા ગણીને પણ પરાવર્તના સ્વાધ્યાય કરે. પ્રતિક્રમણના સમયે આચાર્ય મ. (ગુરુ મ.) જાગે અને કાઉસગ્ગ ચૈત્યવંદન-સજ્ઝાય કરે ત્યારે ઇરિયાવહી કરીને સમર્પિત ભાવ વ્યક્ત કરવા સ્પષ્ટપણે ઇચ્છકારનો પાઠ બોલે. શબ્દ પદ્ધતિપૂર્વક બોલવાથી હૈયામાં ગુરુ મહારાજ પ્રત્યેનો અહોભાવ પ્રગટ થાય. ઇચ્છકારમાં સુખ શાતા પૃચ્છા વગેરે ૫ પ્રશ્નો ગુરુ મ.ને વિનય ભાવપૂર્વક પુછાય છે.
સવારે પ્રતિક્રમણ ક્યારે શરૂ કરવું ?
પડિલેહણ પુરું થાય ત્યારે સૂર્ય અર્ધો ઉપર આવે (સૂર્યોદય થાય) તે રીતે સમય ગણીને ઇચ્છકારનો પાઠ બોલવો. આકાશમાં નક્ષત્ર જોવાથી સમયનો ખ્યાલ આવે...અનુભવથી સમયની ચોકસાઈ આવતી જાય.
''
જે મહિનો ચાલતો હોય એ મહિનાથી ‘ત્રીજા મહીનામાં જે નામનું નક્ષત્ર હોય તે નક્ષત્ર પૂર્વદીશામાં આવે ત્યારે પ્રતિક્રમણ શરું કરવું, રાત્રે સમયનું જ્ઞાન નક્ષત્રથી થાય પરંતુ દીવસે સમય જાણવો હોય તો સૂર્યના આધારે જણાય.'' આકાશમાં સૂર્ય ૪૫ ડિગ્રી ઊંચો આવે ત્યારે એક પ્રહ૨ પૂરો થાય અને ૯૦ ડિગ્રી ઊંચો આવે ત્યારે બે પ્રહ૨ થાય. નક્ષત્ર આદિની ઓળખાણ માટે જીવાભિગમ-જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં વિશેષ ઉલ્લેખ પૂર્વકના અધિકારો છે.
આમ, પ્રતિક્રમણનો સમય જણાવી હવે પ્રતિક્રમણ ઠાવવાની શું વિધિ છે તે
અગ્રે...
વાચના-૨૪
Jain Education International
For Private & Personal Use Only
૧૭૧
www.jainelibrary.org