________________
પ્રભુનાં દર્શનની પણ પરવા નથી. ત્યાં શ્રાવકોને સુખશાતા પૂછવાની તો વાત જ ક્યાં ? શ્રાવકોની વૈયાવચ્ચ ન કરાય, પણ શ્રાવકોને સુખશાતા તો પૂછી શકાય છે. મોહનિદ્રામાં સૂતેલ ટાવકને ઉપદેશ આપી જગાડે. મોહમાંથી ઉઠાડવા માટે શ્રાવકની વિનંતી ન હોય તોય સાધુએ જવું જોઈએ. આજે તો વાણિયાને આધીન આપણે થયા છીએ, વળી પોગલિક જરૂરિયાત પણ ખૂબ વધી છે. જેથી વાણિયાઓની ગુલામી વધી છે. આજે તો શ્રાવકો પણ આપણાથી ધરાઈ ગયા છે. તેનું કારણ આપણે પરમાત્માએ બતાવેલ મર્યાદા તોડી છે. નાના ગામમાં ૧ દિવસ રહેવાનું અને નગરમાં ૫ દિવસ રહેવાનું. ભલે લોકોને ખબર પડે કે ન પડે. સ્વકલ્યાણ પ્રથમ છે, પરકલ્યાણ પછી છે. અત્યારે (વિ. સં. ૯૯૦ કે ૯૯૩ પછી) ચોમાસું ગુરુ મ. નિર્દિષ્ટ કરે તે ક્ષેત્રમાં જવાનું. પણ પૂર્વના કાળમાં આવું ન હતું. અને હવે તો શ્રાવક (વાણીયા) કહે તે ક્ષેત્રમાં ચોમાસું કરવાનું આ રીતે ચોમાસાની પદ્ધતિ એકદમ વિકૃત થઈ ગઈ છે. સમુદાયમાં ગણિને ગણાવચ્છેદક' ગણનો ભંડાર કહ્યું છે. પરકલ્યાણની ભાવના માટે સ્વકલ્યાણને ખીંટી ઉપર નથી ટાંગવાની. સ્વકલ્યાણ વેચીને ઘર નથી બાળવાનું એ પૂર્વકાલીન શ્રદ્ધેય આત્માઓના જીવનમાંથી મેળવવાનું છે.
ભરફેસરની સઝાયના માધ્યમે સવારના પહોરમાં વંકચૂલ જેવા ચોર વિગેરે ને પણ યાદ કરવાના ?
હા, તેની જીવનચર્યા ભલે અધમ હોય, પરંતુ જીવનને તપાસવામાં આવે તો કપરી સ્થિતિમાં પણ પ્રતિજ્ઞાપાલન કરવાના ગુણથી કેવું આત્મોત્થાન કર્યું, તે વિચારવાનું છે. વંકચૂલની પાસે ગુરુદેવે વસતીની માગણી કરી ત્યારે એને એક જ શરત રાખી હતી કે તમારે ઉપદેશ નહીં આપવાનો'. ગુરુ માએ કહ્યું: “ભલે તમે ઉપદેશ ન સાંભળો.” આમ, ઉપદેશ ન આપવાની વંકચૂલની શરતને સ્વીકારી ચોરની પલ્લીમાં સાધુ મ.સા. ચોમાસું રહ્યા છે. ૪ માસના ચોવિહાર ઉપવાસ કર્યા. પાટ, રાખ વગેરે ગૃહસ્થના ઘરેથી નિરવઘ લાવ્યા. ચાતુર્માસ પૂરું થયું ત્યારે વિહાર વખતે વંકચૂલ ગુરુ માને મૂકવા ગયો. હદમાં ઉપદેશ આપવાની મનાઈ હતી. હદ બહાર આવ્યા પછી ઉપદેશની છૂટ હતી માટે સાધુ મ. વંકચૂલને ઉપદેશ આપ્યો, વંકચૂલે ચાર નિયમ પ્રતિજ્ઞા લીધી. ચારે ચાર પ્રતિજ્ઞામાં આકરી કસોટી થઇ છતાં સ્થિર રહ્યા. પ્રતિજ્ઞાના કારણે પરિણામ વૃધ્ધિ થઇ. ગુરુ મ. પ્રત્યે ગુણાનુરાગ વધવાથી ૧રમા દેવલોકે ગયા. વંકચૂલ ચોરના ભવમાં પણ સમકિત પામી ગયા. એમનો ગુણાનુરાગ કેળવવાથી આપણું સમકિત દઢ થાય.
વાચના-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org