________________
(૧) જઘન્ય એમને એમ મર્ત્યએણ વંદામિ કહે તે.
(૨) મધ્યમ બે ખમાસમણ, ઇચ્છકાર, અભુઠ્ઠિઓ એ મધ્યમ વંદન. (૩) ઉત્કૃષ્ટ દ્વાદશાવર્ત વંદન.
એમાં મધ્યમ-ઉત્કૃષ્ટ વંદનમાં સમુદાય ભેદ, સામાચારી ભેદની મર્યાદા ખરી પરંતુ જઘન્ય વંદન તો બધાં જ સાધુ-સાધ્વીને કરાય. એમનામાં રહેલા ગુણો પ્રત્યે તો માનસિક બહુમાન કરાય જ. પોતાના ગુણોને ખીલવવા ગુણાનુરાગી બનવું જરૂરી છે. ગુણવાન, સંયમી, ચારિત્રવાન આત્માને જોઈ માથું ઝૂકી જાય. સામાચારીની મર્યાદાજાળવી વંદનાદિક કરે. ગુણાનુરાગના ગુણને કેળવવા સવારે ઊઠતાં જ સહવર્તી પ્રત્યેક સાધુને હાથ જોડવાપૂર્વક, હૈયામાં તેમનામાં રહેલા ગુણોને યાદ કરતાં કરતાં મત્લએણ વંદામિ કહે. ત્યાર બાદ સખ્શાય = સજ્ઝાય કરે.
पश्चाल्लघु क्षमाश्रमण युग्म पूर्वं स्वाध्याय करणं ।
સાય સંવિસારું ! વગેરે નો બે આદેશ લઇને સજ્ઝાય કરે. ભરહેસરની સજ્ઝાય એ ગુણાનુરાગનું પ્રતીક છે. એમાં આવતા (નામવાળા) બધા જ પુણ્યવાન મોક્ષે ગયા છે એવું નથી. ઘણા મોક્ષે ગયા છે. વંકચૂલ વગેરે ઘણા દેવલોકમાં છે તો...એ પ્રશ્ન થાય છે કે : તેઓ ૪થે ગુણઠાણે છે, અને આપણે છઢે ગુણઠાણે છીએ, તો પછી તેમને વંદન, સ્મરણ શા માટે ?
જવાબ : આપણી ગુણાનુરાગની વૃદ્ધિ માટે તેમને યાદ ક૨વાના છે. એમના ગુણને જોવાનો છે. એમને ‘પ્રાણ જાય તો ભલે જાય પણ લીધેલા નિયમનું પાલન તો કરવાનું જ.'' લીધેલા નિયમ પ્રતિ તેમની શ્રધ્ધાને જોવાની છે.
સાધુના આચાર અને ઉપદેશના કારણે જગતના જીવો કેવું આત્મકલ્યાણ સાધી શકે છે ? તે આમાં જોવાય છે. આપણે પણ સાધુતાની ભૂમિકાએ છીએ. આપણા જીવનથી કોઈ બોધ પામે છે કે ઉદ્વેગ પામે છે ? તેનું અંતર નિરીક્ષણ આ સજ્ઝાયમાં ક૨વાનું છે.
આજકાલ આપણા વિહાર કેવા હોય છે ? અહીંથી વિહાર કરો તો સીધા સોનગઢ, વચ્ચેનાં બધાં નાના ગામ રહી જાય. દરેક ગામની સ્પર્શના થવી જોઈએ. ખાપણે તો સીધાજ વિહાર કરીએ. પણ નાના ક્ષેત્રમાં પણ જવું જોઇએ. આપણો હાર તો તીર જેવો થાય છે તેથી નાના ગામમાં તો શી રીતે જવાય ? અને ત્યાંના કોમાં કેવી રીતે ધર્મજાગરિકા થાય ? પરમાત્માનો સંદેશો માત્ર શ્રાવકો માટે જ નહિ
વાચના ૨૪
Jain Education International
For Private & Personal Use Only
૧૬૭
www.jainelibrary.org