________________
આનંદ આવે તો...ગુણાનુરાગ પ્રગટે, ગુણદૃષ્ટિ વિકાસ પામે. જીવંત સાધુને જોઇ સાધુના ગુણો જેને યાદ આવતા નથી, તેને ભગવાનની પ્રતિમાના માધ્યમે ભગવાનના ગુણો ક્યાંથી યાદ આવે ?
પ્રભુના ગુણોને સમજવા ગુરૂ શરણ છે. વડીલ ત્યાં પોતાના સ્થાને) રહ્યા જ ગુણિયલ સાધુના ગુણોની અનુમોદના કરે. ગુણાનુરાગ એ સમકિતનો પાયો છે. રસ્તામાં સાધુ મળે અને મયૂએણ વંદામિ ન કરે તો ય આપણે વંદન કરવું જ. અને તે વિપરીત પ્રરૂપણામાં ફસાયેલ છે” એમ એમની ભાવદયા ચિંતવવી પણ માનસિક મયૂએણ વંદામિ કરવું જ. આપણા હૈયામાં “સાધુ છે તેનું બહુમાન હોવું જ જોઈએ.” આપણે વેશને વંદન કરવું, જેથી આપણું સમકિત શુદ્ધ થાય છે. જેમ વ્યવહારમાં ફોજ કે મિલેટટીમાં કોઈ મોટા અફસર આવે, તો બધા એટેન્શન થઈ જાય અને તેને સલામ કરે, તેમ દરેક સાધુને બહુમાનપૂર્વક “મથએણ વંદામિ’ કરવું. આ એટેન્શન છે વેશ રાખીને વેશની મર્યાદા ન જાળવે તો દોષનો ભાગી થાય. સામે વંદન નથી કરતો, માટે હું વંદન ન કરું, એવો કોષભાવ ન રાખવો. આજે સંયમમાં પણ રાગ-દ્વેષના કુસંસ્કાર એવા પડ્યા છે કે સાધુનો વેષ પહેર્યા પછી પણ રાગ-દ્વેષની પરિણતિ વધતી જાય છે. અને મળતાવડા હોય તો શેકહેડ, હસી મિલન કરે. આમાં પણ મોહનીયનો ઉદય છે. તથા સામાચારીનો લોપ છે. અન્ય ગચ્છ ના તપસ્વી હોય તોય “મથએણ વંદામિ' ના કરે તો દોષ છે. હા, આપણા વડીલની આજ્ઞા ન હોય, તો ય માનસિક વંદન તો કરે જ. સાધુને સૌમનસ ભાવ કેમ ન હોય ? બહારના વ્યવહારમાં કોઇ મૂળગુણની અશુદ્ધિ ન હોય તો તેના પ્રત્યે આંતરિક ગુણદ્રષ્ટિ રાખી મયૂએણ વંદામિ' કહેવું, કૃષ્ણ મહારાજા હાથી ઉપરથી ઊતરીને પણ મરેલા-સડેલા દુર્ગધ મારતા કૂતરાના દાંતની પ્રશંસા કરે છે ઉકરડે પડેલ ઝવેરાતની પણ ઝવેરી યોગ્ય કિંમત કરે છે. આ જોઈ... “જેવું ઇન્દ્રમહારાજા એ વર્ણવ્યું હતું તેવા જ ગુણાનુરાગી આપ છો” આમ કહીને પુષ્પવૃષ્ટિ કરીને દેવ ચાલ્યો ગયો.
ગુણાનુરાગી સાધુ અન્ય સાધુમાં રહેલા ગુણો જોઇ કેમ ન હરખાય ? કેમ વંદન ન કરે ? સ્વ-સમુદાય, સ્વ-સામાચારી એમાંય પોતાની ટુકડીના એમાંય પોતાને ગમતા ને જ વંદન કરે, આ ગુણાનુરાગ નથી. પણ હા, સામાચારીભેદ હોય, તેમને વંદન ન કરાય, પણ “મયૂએણ વંદામિ' તો કરાય જ.
વંદન ત્રણ પ્રકારે છે :
વાચના-૨૪ Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org