________________
જાપ ત્રણ પ્રકારે છે : (૧) કાયિકજાપ (૨) વાચિકજાપ (૩) માનસિકજાપ
(૧) ભાષ્ય જાપ (કાયિક જાપ) આજ્ઞા મુજબ, ઉચ્ચારપૂર્વક નવકારમંત્ર ગણે. ઉચ્ચ સ્વરેણaઉચ્ચ પ્રગટપણે કરે. જે બીજા સાંભળે, ભાષા વર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરી છોડે છે. સામૂહિક જાપ તે પણ ભાષ્ય જાપ છે. આથી મન સ્થિર થાય છે.
(૨) ઉપાંશુ જાપ (વાચિક જાપ) પોતે જ બોલે અને પોતે જ સાંભળે માત્ર હોઠ ફફડે તે ઉપાંશું જાપ.
(૩) રહસ્ય જાપ = માનસિક જાપ. આ અંતરંગ માનસિક જાપ છે. જેમાં હોઠ વિગેરે કાંઈ ન હાલતું હોય તે માનસિક જાપ.
સવારે પ્રતિક્રમણમાં જગચિંતામણિનું ચૈત્યવંદન કરતાં ભગવાનને પ્રાર્થના કરવી કે “હે ભગવાન ! આપના શાસન ને હું પામ્યો છું, સંસારની અનાદિ દુ:ખદાયી અવસ્થાથી છૂટવા માટે તારા શરણે આવ્યો છું. તું જ તારનાર છે. તું જ બચાવનારા છે. મારી જીવનનોકાની દોર તું જ સંભાળી શકે તેમ છે.”
એમ ચૈત્યવંદનમાં સૂત્રોના ભાવ એટલા બધા ઊંડા સ્પર્શે છે કે જેથી પ્રભુ ઉપર બહુમાન જાગે જ, રોમાંચ ખડા થાય.
આવી પ્રાર્થના કર્યા પછી બધા સાધુને નમસ્કાર કરવા. साधु नमनं-प्रत्येक साधु नमस्करणम् ।
એ પછી એકેક સાધુના ગુણોની, વફાદારીના બહુમાન માટે સહવર્તી-વસતિમાં રહેલા દરેક સાધુને “મFણ વંદામિ' કહેવું. ૧૦૦૦-૧૫૦૦ વર્ષ પહેલાની સામાચારી હતી. ઊઠતાંની સાથે દેવને નમસ્કાર કરે, પછી ગુરુને અને પછી બધા સાધુને મયૂએણ વંદામિ કહે. દિવસમાં જ્યારે પણ સાધુ સામે મળે ત્યારે મસ્તક ઝૂકી જાય અને...મFએણ વંદામિ કહેતા. અને આજે તો “આ મારા સમુદાયનો નથી.. હું એને ઓળખતો નથી એમ કહે. તો શું જે સમુદાયના હોય, જેને ઓળખતા હોઈએ તેને જ મયૂએણ વંદામિ કરવાનું ? ના, પેલા સાધુ મથએણ વંદામિ કરે. અથવા ન કરે પણ આપણે તો કરવું જ જોઇએ. રસ્તામાં મળતાં સાધુ-સાધ્વીને “મFએણે વંદામિ' ન કહેવાથી સાધુવેશનું સાધુતાનું અપમાન થાય છે. “બીજા સાધુ-સાધ્વીને મત્યેણ વંદામિ ન કરવું'' તેવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ જોયો નથી. અનાદિકાળના કુસંસ્કારોમાં રહી જીવન વિતાવ્યું હવે આ કુસંસ્કારોમાંથી બહાર નીકળવાનો સમય છે. સાધુને જોઇ
વાચના-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org