________________
નિવેદન કર્યું “શું આટલી વારમાં જઇ આવ્યા ?'' તેના જવાબમાં યક્ષા સાધ્વીએ સીમંધર સ્વામીએ કહેલાં ચાર અધ્યયન સહુ સંઘ સમક્ષ કહ્યા. તેમાંથી બે અધ્યયન ‘દશવૈકાલિક’ સૂત્રમાં છેલ્લે બે ચૂલિકા રુપે રાખી અને બીજી બે ચૂલિકા ‘આચારાંગ સૂત્રમાં’ મૂકી, તે ચાર ચૂલિકામાં મોહનીય કર્મની ક્ષીણતા કરવાની પ્રબળ તાકાત છે.
પહેલી ચૂલિકા `રતિવાધ્યા ́ નામની છે. તેના શ્રવણથી સંયમમાં મનની ડામાડોળ અવસ્થાને સ્થિર કરે છે.
બીજી `વિવિત્ત ચર્ચા' ચૂલિકાથી સંયમની ચર્યાનું ભાન થાય છે.
ત્રીજી ચૂલિકા `નિતનવાસો’ માં સાધુને ઘરમાં નથી રહેવાનું, પણ ભમરાની જેમ રહેવાનું વિધાન છે.
છેલ્લી ચૂલિકા છે `સંવાળ મિક્ષા’ સમ્યપ્રકારે ભિક્ષા-૪૨ દોષની ગવેષણા પૂર્વક લાવે.
ગોચરી શા માટે લાવવાની ? હર્ષગનયન દર્શન-જ્ઞાન-ચારિત્રનો જેમાં વધારો થાય, તે ઉત્કર્ષ કહેવાય. તે માટે જ ગોચરી લાવે. ચક્રવર્તીને ત્યાં ખીર બની હોય, તે વાનગીની જગતનો જીવો ઇચ્છા કરે તેવી રીતે આપણા માટે સીમંધર સ્વામીએ આ ચાર વાનગી મોકલી છે. તેને જીવનમાં ધારણ કરવાથી આત્મા નિર્મળ થાય છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં શ્રી મહાવીર પ્રભુની વાણી મંત્રાક્ષ૨ રૂપ જ છે. પણ ભવ્યાત્માને ફરમાવી રહેલ સીમંધર પ્રભુની વાણી પણ અત્યંત ગહન અને સારરૂપ છે. એનો રોજ સ્વાધ્યાય કરવો જરુરી છે. આથી વૃત્તિઓનું ઘડતર સુંદર રીતે થાય. ભાવકરુણાના સાગર પ્રભુએ ચૂલિકા રૂપ સુંદર સંદેશો આપ્યો છે. કાઉસગ્ગથી મોહનીયની ભૂમિકા ઘટે છે. સ્વપ્નના માધ્યમે થયેલ મોહના ઉદયને તોડવા આ કાઉસગ્ગ છે. સાથે સાથે રાત્રિક પ્રાયશ્ચિત્ત પણ આ જ કાઉસગ્ગથી ક૨વાનું છે. કુસુમિણના કાઉસગ્ગ પછીની ચર્યા હવે આગળ વિચારશું.
વાચના ૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૬૩
.jainelibrary.org