________________
માત્રુ પ્રસ્વેદ તથા શ્વાસોશ્વાસથી શરીરનો કચરો બહાર નીકળે. જો યોગ્ય રીતે મળ ન નીકળે, તો તાવ આવે. હાર્ટમાં રહેલો કચરો શ્વાસોચ્છવાસથી બહાર નીકળે છે, અને પછી બચેલો કચરો પરસેવાથી બહાર આવે તો પણ કાંઈ રહી જાય તો કાનમાં, દાંતમાં હાથ, પગ ઉપર મેલ જામે, તે રીતે બહાર આવે. તદુપરાંત રહી જાય તો તાવ રૂપે બહાર આવે. આથી “સૂકા ભેગું લીલું બળવાની જેમ તાવમાં ખૂબ અશક્તિ આવે. શરીર પર મેલ હોય એ મલની નિશાની છે. બાકી સાધુની કાયા કંચન વરણી હોય.
સાધુનો ઉચ્ચાર કેવો હોવો જોઈએ ? બૃહત્ કલ્પમાં છે કે “ગીધ પક્ષી જેવો સાધુનો ઉચ્ચાર હોય.' સાધુ ત્રણ ચલું જેટલું જ પાણી ઉચ્ચારશુદ્ધિમાં વાપરે. તેથી વધારે પાણીનો ઉપયોગ ન થાય. પણ આપણી તો ગોચરી પદ્ધતિ જ વિકૃત છે. પયસ તથા બીજી ગોચરી પુષ્કળ વપરાય, જેથી વધુ પાણી જોઈએ. ગીતાર્થને માત્ર શાસ્ત્રનું જ જ્ઞાન હોય એમ નહીં પણ આયુર્વેદિક વગેરે સર્વે જ્ઞાન હોય છે. ગોચરી ગીતાર્થ જે આપે તે લઈ લે, તે મૂળ પદ્ધતિ હતી. માંડલીમાં તો બોલાય જ નહીં.' પ્રથમથી કહે કે મારી શારીરિક સ્થિતિ આમ છે. માંડલીક સ્થવિરની મર્યાદા આજે ખલાસ થઈ ગઈ છે, તેના પરિણામે આજે હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીની લાઇન જોવાય છે. જગતના જીવોને તારવાનો ઝંડો લઈને આપણે ફરતા હોઈએ અને હોસ્પીટલમાં વૈદ્યને નાડી બતાવીએ ? આ આપણી લઘુતા છે. આંતરડાનો મેલ કાઢવા તપ કરવાની પદ્ધતિ આજે ભુલાઇ ગઇ છે. ભાવરોગને કાઢવા માટે પડકાર કરી આવ્યા છીએ, પણ ભાવરોગ એમ શું નીકળે ? દવા કરતા જઈએ અને રોગને પંપાળતા જઇએ, શરીરની સુકોમળ વૃત્તિથી મન ઢીલું પડતું જાય. રોગમાં તપ કરવાથી અંદરનો કચરો બળી જાય. મલ મગજમાં ચડી જવાથી સળેખમ થાય છે. તાવ વગેરે રોગ પણ સુકોમળ હોવાથી આવે છે. આહાર વિધિપૂર્વકનો મર્યાદિત હોય તો પ્રાયઃરોગ આવે નહીં. અશાતાના ઉદયમાં નિમિત્ત કારણ પણ જરૂરી છે. આંતરડામાં મળ જામ ન થાય, તો ઊંઘ પણ મર્યાદિત આવે. તે પણ પ્રગાઢ ન હોય. ચંડિલ-માત્ર પણ નિયમિત થાય. આચાર્ય ભગવંત, પદસ્થ, કુંડી તાપણી લઈને બહાર જાય તો પ્રાયશ્ચિત્ત છે. રાત્રિમાં પણ આચાર્ય ભગવંત કે પદસ્થ બહાર માનું પરઠવા ન જાય. આચાર્ય મ. આદિ . નીર્તિ સદુ’’ એમ ધીમો સાદ કરી કહે. આમ ત્રણ વાર કહે, એટલે સાધુ ભગવંત ઊઠે તૈયાર થઈ જાય. દર્શનાવરણીયનો પ્રબળ ઉદય ન હોવાથી સાધુ તરત જ ઊઠી જાય.
વાચના-૨૩
શિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org