________________
આત્મામાં રહેલાં મોહનીય કર્મને કાઢવા માટે કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ કરવાનો છે. સ્વપ્નમાં ચોથા મહાવ્રતનો દોષ લાગ્યો હોય તો ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરે. નહી તો ૧૦૦ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરે. લોગસ્સમાં-સાગરવર ગંભિરા સુધી ૨૭ પદ થાય × ૪ વખત લોગસ્સ ગણતાં ૧૦૮ થાય. ચંદેસુ નિમ્મલયા સુધી ૨૫ ૫દ × ૪ વખત = ૧૦૦ પદ થાય. પ્રાયશ્ચિત્ત કાઉસગ્ગમાં શ્વાસોચ્છ્વાસનું માપ છે, આરાધનાના કાઉસગ્ગમાં શ્વાસોચ્છ્વાસની ગણત્રી નથી આથી આરાધનામાં પૂર્ણ લોગસ્સનો કાઉસ્સગ્ગ ક૨વાનો છે. શાંતિનો કાઉસ્સગ્ગ આરાધના માટે નથી, પણ દુ:ખક્ષય. કર્મક્ષય માટે છે, તે કાઉસગ્ગ પણ પૂર્ણ લોગસ્સનો કરવાનો છે. મોહનીયના ક્ષયોપશમની ભૂમિકા પર સ્થિર રહી કાઉસગ્ગમાં શાંતિ સાંભળવાની છે. જે પાછળથી જિતકલ્પની મર્યાદામાં ઉમેરાઈ છે.
ક્યારેક વિશિષ્ટ શાસનકાર્ય માટે પણ કાઉસગ્ગ કરાય છે. નમસ્કાર મહામંત્રના કાઉસગ્ગ બળથી યક્ષા સાધ્વીને શાસનદેવી સ્વક્ષેત્રની મર્યાદા બહાર મહાવિદેહમાં લઈ ગયા સ્થૂલિભદ્રની બહેન યક્ષા સાધ્વીએ શ્રીયકને ઉપવાસ કરાવ્યો. અને તે ઉપવાસમાં કાળધર્મ પામ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લેવા યક્ષા સાધ્વીએ આલોચના માટેનો વિચાર વ્યક્ત કર્યો. ત્યારે સકલ સંઘે શાસનદેવને બોલાવવા કાઉસગ્ગ કર્યો. બધા નવકારમંત્ર ગણવા માંડ્યા. તરત શાસનદેવી આવી. આચાર્ય મ.એ બધી વાત કરી અને દેવીને કહ્યું કે ‘આ યક્ષા સાધ્વીને મહાવિદેહમાં લઈ જાવ, અને શ્રી સીમંધર ભગવંત પાસેથી એના સંશયનું નિવારણ કરો.’’ ત્યારે શાસનદેવીએ કહ્યું કે ‘‘હું સેવા કરવા તૈયાર છું, પરંતુ અમારી સીમા છે, હું મારી સીમાથી બહાર ન જઈ શકું. પૂરો સંઘ કાઉસગ્ગમાં બેસી રહે, તો તેનું બળ મને મળે અને હું તેમને ત્યાં લઈ જઈ શકું સકલસંઘ કાઉસ્સગ્ગમાં બેસી રહ્યો અને શાસનદેવી યક્ષા સાધ્વીને લઈને મહાવિદેહ ક્ષેત્રમાં ગઈ. ત્યાં ભગવંત દેશનામાં એમ જ ફરમાવતા હતા કે “કોઇપણ પુણ્યવાન આત્મા આરાધના કરતાં કરતાં જો શરીરને છોડે, તો તે આરાધક છે, અને પ્રતિબોધ કરનાર પર આરાધક કહેવાય છે. પરમાત્માની આ દેશના સાંભળી યક્ષા સાધ્વીને પૂછવાની જરૂર રહી નહીં. સંશયનું સમાધાન થઈ ગયું. મહાવિદેહમાં જઈ આવ્યા તેની ખાતરી તરીકે તથા સંઘને સંદેશા સ્વરૂપ સીમંધર સ્વામી પરમાત્માએ ચાર ચૂલિકા આપી. યક્ષા સાધ્વીને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હતો. તેઓને ચાર અધ્યયન સંભળાવ્યા તે યાદ રાખી લીધા. પછી શાસનદેવી યક્ષા સાધ્વીને લઈને ભરતક્ષેત્રમાં આવ્યા, વિગતવાર આચાર્ય ભગવંત સમક્ષ
વાચના-૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૬૨
www.jainelibrary.org