________________
@adu=24 इरिया कुसुमिणुसग्गो सक्कत्थय साहु नमण सज्जायं...||१०॥
પૂ. આચાર્ય ભાગદેવ સૂરિમ. “યતિદિનચર્યા' ગ્રંથના માધ્યમે સાધુની ચર્યા જણાવી રહ્યા છે. તેમાં રાત્રિની ચર્ચા સંક્ષેપમાં છે. સૂર્યાસ્ત પહેલાં સાધુએ ઉપાશ્રયમાં સ્થિર થઈ જવાનું છે. માંડલાના ૨૪ ભેદો મુજબ અપવાદ ઈંડિલ-માત્રા માટે બહાર નીકળવાનું છે. આથી રાત્રિચર્યાનો વિશેષ કોઈ અર્થ નથી, છતાં આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં ટૂંકમાં રાત્રિચર્યા પણ છે. પણ રાત્રિ કરતાં દિવસે વિશેષ પ્રવૃત્તિ કરવાની છે. હકીકતમાં આશ્રવ સંવર સમજવા માટે યતિદિનચર્યા છે. સવારે ઊઠતાં જ નવકારમંત્રનું સ્મરણ કરે, ગુરુ મહારાજને તથા ઓઘાને વંદન કરે, પછી માત્રાની શંકાદિ ટાળે. સવારના પહોરમાં પ્રતિક્રમણનો સમય ન થાય ત્યાં સુધી સાધુ સ્વાધ્યાય કરે. રાત્રિના ચોથા પ્રહરે સાધુ સંથારો ન વાળે તો પણ પ્રાયશ્ચિત્ત છે. તો સુવાથી કેટલું પ્રાયશ્ચિત્ત ! વાસનાના તત્ત્વ સામાચારીના પાલનથી કાબૂમાં આવી ગયા હોય તો નિદ્રા ઘટ્યા વિના રહે નહીં. બીજા પ્રહર ગીતાર્થો જાગે, કેમકે અમુક ઉંમર પછી હોજરી સંકોચાઈ જાય, આથી આહાર ઘટી જાય. તેથી નિદ્રા પણ ઘટે.
ત્રીજા પ્રહરે આચાર્ય ભગવંત જાગે અને યોગ્ય જીવને-જેના મોહનીયના સંસ્કાર ઘટી ગયા હોય તેમને આચાર્ય ભ. “મહાનિશીથ સૂત્ર' અને અર્થ એના કાનમાં કહી સંભળાવે. યા શાસન રક્ષાર્થે સૂરિમંત્ર જાપ સાધના વિગેરે કરે. આચાર્ય ભગવંત ત્રીજા પ્રહરે પછી સૂઈ જાય.
ગ્લાન અને આચાર્ય ભગવંત ચોથા પ્રહરે છેલ્લે જાગીને શું કરે ? ગ્લાન ચિંતવન કરે. માનસિક જાપ તે પણ ચિંતવન કહેવાય. એમાં જીભ ન ફફડે તેવો જાપ કરવાનો. વાચના-૨૪
[૪]
....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org