________________
ખાતાં કદી નિદ્રા આવે ? ના, જ્યાં મન ન જોડાય ત્યાં નિદ્રા આવે. જ્યાં મન અને ઇન્દ્રિયની એકાગ્રતા હોય ત્યાં નિદ્રા ન આવે. સાપેક્ષ રીતે મોહનીયનો ક્ષયોપશમ હોય ત્યાં નિદ્રા ન આવે. મોહનીયના ઉદયમાં નિદ્રા આવે. મન મોહનીય કર્મનો એજન્ટ છે. મનના સંસ્કારની પ્રવૃત્તિ અનુકૂળ હોય તો મન તેમાં ગોઠવાઈ રહે અને પ્રતિકૂળ હોય તો દોડધામ કરે. જ્ઞાનીઓ કહે છે કે પ્રતિકૂળ સંયોગોમાં મન સ્થિર ન રહે તો એને છોડી દેવાનું નથી. તેના ઉપરવટ થઈ એના ઉપર સવાર થઈ જઈએ તો એ પ્રતિકૂળતા માં પણ ધીરે ધીરે અનુકૂળતાનો અનુભવ કરે. સામાચારી-આજ્ઞાનાં જેટલાં જેટલાં સાધનો મોહનીયકર્મને તોડવાનાં છે, તેમને અમલમાં લાવવાથી મોહનીય કર્મ તૂટે છે. (સાપેક્ષ રીતે) ગુર્વાજ્ઞા, વૈયાવચ્ચ, સામાચારી દ્વારા મોહને ખસેડવો, પછી બે પ્રહર નિદ્રા સામાન્ય રીતે આવે. એને ઉઠાડવા, ઢંઢોળવા ન પડે. ઊંઘમાં પણ “મથએણ વંદામિ' જેવા ઉદ્દગારો નીકળે. નિદ્રા મર્યાદિત હોય, તે પણ ગાઢ ન હોય. સવારે ઊઠી લઘુશંકા નિવારવા બહાર જવાનું છે.
આચાર્ય ભગવંત અને પદસ્થ સાધુ મ.ને માત્રુ-ધંડિલ વગેરે કાર્ય માટે ઉપાશ્રયની બહાર એકલાએ ન જવાય. આચાર્ય ભગવંત વગેરે બહાર નીકળે ત્યારે પાંચ-છ સાધુ એમની સાથે હોવા જોઇએ. જેથી પ્રભાવ પડે. આચાર્ય મ. પદસ્થ વિ. સમુદાયમાં પરિવાર સાથે જ સ્પંડિલ જતા હોય તો વાય. એકલા ન જ્વાય. કદાચ સવારે વહેલા જવું પડે તો કંડીકાનો ઉપયોગ કરે અને જંગલમાં જઈ સાધુ ભગવંત વિધિવત્ પરઠવી આવે, પણ વાડામાં તો ન જ જ્વાય. વસતીની પાછળ ખુલ્લા વાડા હોય તેમાં પણ વિધિપૂર્વક પરાવી શકાય. પ્રાચીનકાળમાં મકાનની પાછળ ખુલ્લી જમીન રહેતી. આજે પણ મારવાડ, મેવાડમાં આ પદ્ધતિ છે. ત્યાંની કહેવત છે કે.કરો ઝઘડા તો બોલો આડા, બાંધો ઘર તો રાખો વાડા' પશુ-ઢોર-ઢાંખરને રાખવા માંદગી માં કે બાલ, વૃદ્ધોને શૌચ ક્રિયા કરવા માટે તથા એંઠવાડ વિગેરે નાખવા માટે મકાનના પાછળના ભાગે વાડો બંધાવે. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. માનું પરઠવાની જગ્યા માટે પણ કાળજી રખાતી નથી. મનુષ્યની અશુચિમાં અંતર્મુહૂર્ત સમય કરતાં વધુ સમય થાય, તો સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય.
ગાયના મૂત્રમાં ગાયના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. ભેંસના મૂત્રમાં ભેંસના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય.
મનુષ્યના મૂત્રમાં મનુષ્યના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. વાચના-૨૩
* *
*
: CVE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org