________________
દ્રવ્યમન નામકર્મની પ્રકૃતિ છે.
ભાવમન જ્ઞાનાવરણીય ક્રમનો ક્ષયોપશમ છે.
આ સ્વપ્ન ભાવમન અર્થાત્ જ્ઞાનાવરણીયના ઉદયથી નિદ્રાના સમયે આવે. મન કામ કર્યા કરે છે, પણ તેની પાછળ મોહનીયનો પ્રબળ ઉદય ન હોય, તો ચંચલ ન બને. નિદ્રા પાંચ પ્રકારે છે. (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) થિદ્ધી. આ પાંચ નિદ્રામાં એકેક ચઢતા ગાઢતર છે.
નિદ્રા કૂતરાની ઊંઘ જેવી છે. જરાક ખખડાટ થાય એટલે જાગી જાય.
નિદ્રા નિદ્રા એથી ગાઢ હોય.
પ્રચલાવાળો બેઠાબેઠા ઊંધે.
પ્રચલાપ્રચલાવાળો ચાલતાં ચાલતાં ઊંધે.
થિદ્વીમાં મોહનીય કર્મનો ઉદય પ્રબળ હોય છે.
થિઢી નિદ્રાના ઉદયે જીવ ને વાસુદેવના બળથી અર્જુબળ હોય અર્થાત્ બળદેવ જેટલું બળ હોય, દિવસે ચિંતવેલું કામ એ નિદ્રાના ઉદયથી રાત્રે કરે. નારકી અને દેવતાને તે નિદ્રાનો ઉદય હોતો નથી. થિણદ્ધી નિદ્રાવાળો જીવ મરીને નરકમાં જ જાય. થિણદ્ધી નિદ્રાવાળાને સાધુપણામાં ન રખાય. તે આરાધના યોગ્ય હોતો નથી. આથી; છેલ્લી નિદ્રાનો ઉદય હોય તો સાધુને સમજાવીને ઘરે મોકલી દે.
પ્રવૃત્તિ બે છે : સ્થૂલ-સૂક્ષ્મ. ઊંઘમાં શ્વાસોચ્છ્વાસ, ખાવું વગેરે થાય, તે સૂક્ષ્મ પ્રવૃત્તિ કહેવાય. મોહનીયનો ઉદય ભળવાથી દર્શનાવરણીયનો ઉદય ગાઢ થાય. તેથી આંખો બંધ હોવા છતાં (ઊંઘમાં) ચાલવા માંડે.
શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે-એક આચાર્ય મ.નો સમુદાય હતો. ઘણા શિષ્ય હતા. તેમાં એક શિષ્યને થિણદ્વી નિદ્રાનો ઉદય હતો. આમ તો આપણને ખબર ન પડે કે તેને થિાદ્વી નિદ્રા આવે છે. આપણે એટલા જ્ઞાની નથી. એક દિવસ એ બહાર ગયા હતા. રસ્તામાં હાથીએ આ સાધુને બહુ હેરાન કર્યા. મહારાજ કંટાળી ગયા, તેમને હાથી ઉપર ગુસ્સો આવ્યો, પણ કંઈ કરી શક્યા નહીં. ઉપાશ્રયમાં આવ્યા. રાત્રે પ્રતિક્રમણ કરી, પોરિસી ભણાવી સૂઈ ગયા. દિવસે હાથી ઉપર ક્રોધ આવ્યો હતો, મારવાની ઇચ્છા પણ થઇ હતી. પણ, તે વખતે ભાઈ કાંઈ કરી શક્યા નહી. અત્યારે ઘસઘસાટ ઊંઘે છે ત્યારે થિાદ્વી નિદ્રાના ઉદયથી, કષાયને વશ થયેલા ન કરવાલાયક
વાચના-૨૩
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org