________________
ક્રિયાના સૂત્ર, અર્થ, મુદ્રા વગેરે પ્રત્યે આદર નથી, એટલે ઔદયિક ભાવમાં રહી ઝટપટ ક્રિયા કરી લઈએ, પણ રાગદ્વેષ મોહનીયના (અનાચારના) સંસ્કારોથી છૂટવા પ્રતિક્રમણ કરવાનું છે. અંતરમાં રાગદ્વેષની પ્રવૃત્તિ ચાલતી હોય, તે કારણથી પણ લાયોપથમિક ભાવ ન આવે. પ્રતિક્રમણમાં આજે કોઈ સારી સઝાય બોલે તે સંગીત વિગેરે સારું લાગે તે રાગ અને આવતી કાલે હું એના કરતાં સરસ બોલીશ એ દ્રષ. રાગ દ્વેષ રૂપી કૂતરા પાછલા બારણેથી પેસી જાય છે, પરિણામે ક્ષાયોપથમિક ભાવ ચાલ્યો જાય અને ઔદયિક ભાવ મોહનીય આવી જાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલની શુદ્ધિ આત્માને ક્યારે સ્પર્શે ?
જ્યારે ભાવની શુધ્ધિ આવે ત્યારે સ્પર્શ માટે “મારા આત્માને રાગદ્વેષથી બચાવવા માટે લાયોપથમિક ભાવે પ્રતિક્રમણ કરવું જોઇએ.” એમ વિચારી વિધિમાં ધ્યાન રખાય તો ભાવ આવે. પદ્ધતિ પૂર્વક શબ્દો બોલવાથી મોહનીય પર કુઠારાઘાત થાય. શબ્દ અને અર્થ ઉપર ઉપયોગ રહે, તેથી અંતરમાં અપીલ થાય કે મેં આજે અશુદ્ધ ગોચરી વાપરી છે. કદાચ સહસા અશુદ્ધ ગોચરી આવી જાય તો, ગુરુ મ.સા.ની આજ્ઞા મુજબ પરઠવે. અશુદ્ધ ગોચરી પરઠવાની આજ્ઞા છે. “પરિગહિયં સહસા એટલે આપણે ગૃહસ્થને ત્યાં વિચાર કરતા હોઈએ કે “આ વસ્તુ ખપે કે ન ખપે ?” એટલામાં ગૃહસ્થ તે વસ્તુ માત્રામાં નાખી દે, તે સહસા આવેલી ગોચરી કહેવાય. પરિગ્રહિયં સહસા અજાણતાં, શ્રાવકની ઉતાવળથી ગુર્વાજ્ઞાથી લે તે પરિગ્રહિત કહેવાય. અશુદ્ધ ગોચરી આવે પછી ઉપાશ્રયે આવી ગુરુમ.ને બતાવે ત્યારે ગુરુ મ. દેશ, કાળની મર્યાદા જાણીને કહે કે આ યોગ્ય નથી, પરઠવી દો, તો પરઠવે. જેમાં રાજમાર્ગ ડહોળાતો હોય, શાસનની નિંદા થાય તેમ હોય, તો જ ગુરુઆજ્ઞાથી પરઠવે, અન્યથા ગમે તેમ કરીને વાપરી જાય. ક્યારેક રસનાને કારણે અશુદ્ધગોચરી સાધુ લાવે તો પરઠવે. દાળ, શાકમાં લસણ વગેરે આવે તો અનંતકાય હોઈ ન જ વાપરે, રાજમાર્ગ જાળવવા એવી ચીજ પરઠવે. દાળ-શાકમાં આદુ, લસણ, ટામેટાં વગેરે નાખ્યા હોય અને કોઈપણ કહે કે “આ તો ચૂલે ચડી ગયા છે, હવે એમાં પાપ નથી.” તો પણ આપણે ન વપરાય. લાવનારને પણ પ્રાયશ્ચિત્ત આવે અને ગુરુ માને વધારે પ્રાયશ્ચિત્ત આવે.
ટામેટાં એ રર અભક્ષ્યમાં ૯મું અભક્ષ્ય છે. ટામેટાની ઉત્પત્તિ અમેરિકામાં થઇ છે. અજાણ્યું ફળ છે. ટામેટા એ સિત્તેર રીંગણાની જાતિમાં ૩૦મા રીંગણાની જાતિ
વાચના-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org